Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2213 of 4199

 

૩૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

પ્રશ્નઃ– શું તે મુનિદશા છે? સમાધાનઃ– ના, સમકિતની દશા છે. મુનિદશા તો સ્વરૂપમાં વિશેષ-વિશેષ રમણતા-સ્થિરતારૂપ છે. સમ્યગ્દ્રષ્ટિને સ્વરૂપમાં વિશેષ રમણતા થતાં પ્રચુર આનંદનું વેદન થાય છે ત્યારે મુનિદશા આવે છે. મુનિપણું આવતાં અતીન્દ્રિય આનંદની મસ્તીની ભરતી આવે છે. ભાઈ! આ નગ્નપણું કે મહાવ્રતાદિ પાળવાં એ કાંઈ મુનિપણું નથી; એ તો રાગ છે, દોષ છે. પણ અરે! એણે શરણયોગ્ય નિજ આત્મસ્વભાવનું -અખંડ એક જ્ઞાયકભાવનું -શરણ કદીક પણ લીધું હોય તો ને? (તો આ સમજાય ને?)

કહે છે-જ્ઞાની સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. કેવો થઈને? સર્વત્ર નિરાલંબ થઈને. અહાહા...! ભગવાન આત્મા અખંડ એક વિજ્ઞાનઘનસ્વરૂપ છે. અર્થાત્ અન્ય ચીજથી રહિત એકલો જ્ઞાનનો ગાંગડો-જ્ઞાનનો પુંજ-ચિદાનંદઘન પ્રભુ આત્મા છે. અને તેને જ્ઞાની સાક્ષાત્ અનુભવે છે. જુઓ આ ધર્મી જીવ! વ્રત પાળે છે ને ઉપવાસાદિ કરે છે માટે ધર્મી છે એમ નહિ. અહા! જે એક જ્ઞાયકભાવને સાક્ષાત્ અનુભવે છે તે ધર્મી છે. કોઈને વાત આકરી લાગે પણ ભાઈ! વ્રતાદિના વિકલ્પ તો આસ્રવતત્ત્વ છે અને એથી ભિન્ન શુદ્ધ જ્ઞાયકતત્ત્વ ભગવાન આત્મા છે. શુદ્ધ જ્ઞાયકતત્ત્વના અવલંબને તેનો સાક્ષાત્ અનુભવ થવો તે ધર્મ છે. અહા! ધર્મી જીવ સર્વત્ર નિરાલંબ થઈને અખંડ એક વિજ્ઞાનઘનસ્વભાવી આત્માને સાક્ષાત્ અનુભવે છે.

* ગાથા ૨૧૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.’

શું કીધું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પુણ્યભાવ છે; ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ને કામ-ક્રોધાદિ પાપભાવ છે. જ્ઞાનીને એ સર્વ પુણ્ય-પાપના ભાવોનો, તથા આહાર-પાણીના ભાવનો ઇત્યાદિ સર્વ અન્યભાવોનો પરિગ્રહ નથી. અહાહા...! શું શૈલી છે! એક ગાથામાં તો પૂર્ણસ્વરૂપ કહ્યું છે! સર્વ અન્યભાવોનો - પરદ્રવ્યના ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી. અહા! તે ભાવો મારા છે એમ જ્ઞાનીને પકડ નથી. જ્ઞાની તો તેમને પોતાનાથી ભિન્ન-પૃથક તરીકે જાણે છે અને તેઓ હેય છે એમ માને છે. જોયું? સર્વ પરભાવોને તે હેય માને છે. અહા! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિના ભાવને પણ તે હેય તરીકે જાણે અને માને છે.

પ્રશ્નઃ– દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિના ભાવને સાધન કેમ કહેતા નથી? ઉત્તરઃ– ભાઈ! જે હેય છે તેને સાધન કેમ કહેવું? ત્રણ કાળમાં તે સાધન નથી. અહીં કહ્યું છે ને કે-(જ્ઞાની) ‘સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.’ અહાહા... જેણે શુદ્ધ ચૈતન્યમય એક આત્માનો અનુભવ કર્યો તે