૩૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ વીતરાગતા થાય છે. આવો મારગ છે! ભાઈ! વાદવિવાદે આ કાંઈ પાર પડે એમ નથી.
ત્યારે કોઈ વળી શરીરની ક્રિયાથી-જીવિત શરીરથી ધર્મ થાય એમ માને છે. પણ ભાઈ! શરીર તો અજીવ છે અને શરીરની જે ક્રિયા થાય તે પણ અજીવ જ છે. શરીરની ક્રિયાથી ચેતનમાં શું થાય? કાંઈ જ ન થાય. આવો દુનિયા માને એનાથી સાવ જુદો ભગવાન જિનેશ્વરદેવનો માર્ગ છે! સંપ્રદાયમાં તો આ વાત પણ મળવી મુશ્કેલ છે.
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-
‘पूर्वबद्ध–निज–कर्म–विपाकात्’ પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે ‘ज्ञानिनः यदि उपभोगः भवति तत् भवतु’ જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો,...
શું કીધું? કે ધર્મી જીવને વર્તમાનમાં અંદર આત્મભાન હોવા છતાં પૂર્વે અજ્ઞાનભાવથી બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે જો ઉપભોગ હોય તો હો,...
પ્રશ્નઃ– પણ કર્મ તો પોતાનું નથી ને? ઉત્તરઃ– ભાઈ! પોતાનામાં જે ભાવ અજ્ઞાનપણે થયો હતો તેને અહીં પોતાનાં કર્મ કહેવામાં આવેલ છે. અજ્ઞાનભાવ જે કોઈ કર્મ પૂર્વે બંધાયેલાં તેને અહીં પોતાનાં કર્મ કહ્યાં છે. અને તેના વિપાકને લીધે એટલે કે તેનો ઉદય થઈ આવતાં જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો-એમ કહે છે. અહીં બે વાત કરી છે. એક તો એ કે-જેને અંદર આત્માનું ભાન થયું છે અર્થાત્ આત્માનુભવ થઈને સમ્યગ્દર્શન થયું છે તેને પૂર્વ કર્મને લઈને સંયોગ હોય તો હો તથા બીજું એ કે-તે વસ્તુના સંયોગનો તેને ઉપભોગ હોય તો હો,...
‘अथ च’ પરંતુ ‘रागवियोगात्’ રાગના વિયોગને લીધે (-અભાવને લીધે) ‘नूनम्’ ખરેખર ‘परिग्रहभावम् न एति’ તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
અહાહા...! શું કીધું? કે ધર્મીને રાગનો અભાવ છે. સંયોગ છે, સંયોગીભાવ એવો (ચારિત્રમોહનો) રાગ છે તોપણ તેને રાગની રુચિ નહિ હોવાથી રાગનો (મિથ્યાત્વ સહિત રાગનો) અભાવ છે એમ કહે છે. અહા! જેને રાગની રુચિ છે તેને નિર્મળાનંદનો નાથ પ્રભુ જે આત્મા તેના પ્રતિ અનાદર છે, અરુચિ છે. ભાઈ! જેને પુણ્યની-દયા, દાન, વ્રત આદિ શુભરાગની-રુચિ છે તેને શુદ્ધ ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મા પ્રતિ દ્વેષ છે. અને જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તેને રાગ