Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2216 of 4199

 

સમયસાર ગાથા-૨૧૪ ] [ ૩૦૩ પ્રતિ અરુચિ હોય છે. આવી વાત છે. એક મ્યાનમાં બે તલવાર કદી રહી શકે નહિ. એટલે શું? એટલે કે જ્યાં રાગની રુચિ છે ત્યાં આત્માની રુચિ હોતી નથી અને જ્યાં આત્માની રુચિ જાગ્રત થાય ત્યાં રાગની રુચિ-દ્રષ્ટિ રહેતી નથી. તેથી કહ્યું કે સમકિતીને રાગનો અભાવ છે.

કોઈને વળી થાય કે આ તો જાણે કોઈ વીતરાગી મહા મુનિરાજની વાત કરે છે. પણ ભાઈ! સમ્યગ્દ્રષ્ટિ પણ દ્રષ્ટિએ તો વીતરાગ જ છે. અહાહા...! વીતરાગસ્વભાવી ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ તે દ્રષ્ટિ અપેક્ષાએ વીતરાગ જ છે કેમકે તેને સમસ્ત રાગની રુચિ ઉડી ગઈ છે. અહા! અહીં કહે છે જ્ઞાનીને પરદ્રવ્યનો ઉપભોગ હોય તો હો, છતાં તેને તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી કેમકે તેને રાગનો (-રાગની રુચિનો) અભાવ છે.

અહાહા...! કહે છે કે-જેને અંદરમાં સ્વાનુભવ પ્રગટ થયો છે તેને પૂર્વનાં અજ્ઞાનભાવે બંધાયેલાં કર્મોથી સંયોગ હો તો હો, અને સંયોગ પ્રતિ જરી લક્ષ જતાં જરી અસ્થિરતાનો અંશ હો તો હો; છતાં પણ તેને પરિગ્રહ નથી. કેમ? કેમકે તેને રાગનો વિયોગ નામ અભાવ છે. અહાહા...! જે રાગ છે તેનો જ્ઞાનીને રાગ નથી માટે તેને રાગનો અભાવ છે એમ કહે છે. ઝીણી વાત છે બાપા! જેમ હાથમાં સર્પ પકડયો હોય તો તે હાથમાં રાખવા માટે પકડયો નથી પણ છોડવા માટે પકડયો છે, તેમ જ્ઞાનીને જે રાગ આવે છે તે છૂટી જવા માટે છે; જ્ઞાનીને એની પકડ નથી. હવે આવી વાત અજ્ઞાનીને બેસે નહિ એટલે સામાયિક ને પોસા ને પ્રતિક્રમણ ઇત્યાદિ બહારની ક્રિયાઓમાં મંડયો રહે અને માને કે ધર્મ થઈ ગયો, પણ એમાં તો ધૂળેય ધર્મ ન થાય, સાંભળને. એ તો બધી રાગની ક્રિયાઓ છે. ભગવાન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન વિના એ બધી ક્રિયાઓ તો અજ્ઞાનમય ભાવ છે, સમજાણું કાંઈ...?

અહા! જ્ઞાનીને રાગાદિ ભાવો કિંચિત્ થાય છે ખરા, પણ તે ભાવો મારું સ્વ છે અને હું તેનો સ્વામી છું એવું તેને નથી. જેમ ઘરે લગ્ન-પ્રસંગ હોય અને પોતે સાધારણ સ્થિતિનો હોય તો ગામના શેઠનાં ઘરેણાં લઈ આવે પણ તે પોતાનાં છે એમ શું તે ગણે છે? એ ઘરેણાંનો પોતે સ્વામી છે એમ શું તે માને છે? ના; એ તો પરભારાં જ છે અને બે દિવસ રાખીને સોંપી દેવાનાં છે એમ માને છે. તેમ ધર્મી પોતાને જે રાગ આવે છે તે પરભારો છે, પરનો છે, પોતાનો નથી અને તે સોંપી દેવાનો છે એમ માને છે. જેમ કોઈને રોગ થાય તો તેને દૂર કરવાના ઉપચાર કરે પણ રોગ ભલો છે એમ જાણી કોઈ રોગને ઇચ્છે ખરો? ન ઇચ્છે. તેમ ધર્મી રાગને ઇચ્છતો નથી, બલકે જે રાગ આવે છે તેને દૂર કરવાનો તે ઉદ્યમ રાખે છે. રાગને રોગસમાન જાણે છે તેથી ધર્મીને ખરેખર તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી. જે રાગ આવે છે તે રાખવા જેવો છે વા એનાથી પોતાને લાભ છે એમ ધર્મીને છે