સમયસાર ગાથા-૨૧૬ ] [ ૩૨પ
સમાધાનઃ– ભાઈ! વર્તમાન જે રાગ થયો છે તેને જ્ઞાની પોતાનાથી ભિન્ન જ જાણે છે; છતાં રાગ છે, ખસતો નથી તો ઉપભોગની સામગ્રી અર્થાત્ રાગને ભોગવવાનાં જે સાધનો જે સંયોગમાં આવે છે તે પર તેનું લક્ષ જાય છે તો ‘તે સામગ્રી ભેળી કરે છે- જેમ રોગી ઔષધથી ઈલાજ કરે છે તેમ’-એમ કહ્યું છે. પરંતુ ભાઈ! તે રાગને ને ઈલાજને-બેયને, તેઓ પોતાના નિત્ય સ્વભાવભૂત નહિ હોવાથી, નિરર્થંક જ જાણે છે. સમજાણું કાંઈ...?
એક બાજુ કહે કે જ્ઞાનીને વિભાવભાવરૂપ જે વેદ્ય-વેદકભાવો તેની ભાવના-ઇચ્છા નથી અને વળી કહે કે જ્ઞાનીને રાગ આવે છે અને તેના ઈલાજરૂપે તે ઉપભોગ સામગ્રીને ભેળી કરે છે! ભારે વિચિત્ર વાત! ભાઈ! એ તો રાગ તૂટતો નથી, બીજી રીતે સમાધાન થતું નથી તો સંયોગમાં આવેલી સામગ્રી પર તેનું લક્ષ જાય છે પરંતુ તેમાં તેને હોંશ નથી, ભોગમાં કે રાગમાં તેને રસ નથી. તે તો રાગને ઝેર સમાન જ જાણે છે. તેથી તે સામગ્રી ભેળી કરતો જણાય છતાં તેને વેદ્યભાવ છે અને વેદકભાવ છે એમ છે નહિ. આવી વાત છે!
જેમકે-કોઈએ ઇચ્છા કરી કે પાંચ લાખ હોય તો ઠીક, હવે તે વખતે પાંચ લાખ છે નહિ અને જ્યારે પાંચ લાખ થાય છે ત્યારે પહેલાં જે ઇચ્છા કરી હતી તે ઇચ્છાનો કાળ વિલીન થઈ ગયો હોય છે; ચાલ્યો ગયો હોય છે. માટે ઇચ્છા કરવી ખાલી નિરર્થક છે એમ જાણતો જ્ઞાની ઇચ્છા કરતો નથી.
પ્રશ્નઃ– પરંતુ જ્યારે પાંચ લાખ આવે અને બીજી નવી ઇચ્છા કરે ત્યારે તો પાંચ લાખ છે ને?
સમાધાનઃ– અરે ભાઈ! એ તો અજ્ઞાની કર્તા થઈને ઇચ્છા કર્યા કરે છે; પરંતુ જ્ઞાનીને તેવું (કર્તા થઈને ઇચ્છા કરવી એવું) કયાં છે? નિશ્ચયથી જ્ઞાની ઇચ્છા કરતો જ નથી. તેને ઇચ્છા-રાગ આવી જાય છે એ બીજી વાત છે. એ તો આગળ કહેવાઈ ગયું કે ઇચ્છાના વખતે-રાગના વખતે જ્ઞાની રાગને રોગ તરીકે જાણે છે. એ તો ઔષધની જેમ તેને જે ઉપભોગની સામગ્રી છે તેના ઉપર એનું લક્ષ જાય છે કે ‘આ સામગ્રી છે’-બસ. પણ તેને એ ક્ષણિક વિભાવનું-ઇચ્છાનું સ્વામિત્વ નથી. અહાહા...! તે ક્ષણિક વિભાવનો- ઇચ્છાનો કે ભોગનો સ્વામી નથી, કર્તાય નથી-એમ અહીં કહેવું છે. બહુ ઝીણું છે બાપુ! ભાઈ! આ કાંઈ વાદ-વિવાદનો વિષય નથી. જેને અંતરમાં ધર્મની-વીતરાગતાની જિજ્ઞાસા છે તેને માટે આ વાત છે.
હવે કહે છે-‘ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારા) એવા વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય