૩૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ત્યાં ત્યાં તેને ભોગવવા કાળે તે નિત્ય છે (તેનાથી તે સહિત છે.) એમ કયાં કહેવું છે? એ તો એક જ્ઞાયકભાવ-સ્વભાવભાવપણાને લીધે નિત્ય છે. ભાઈ! આત્મા નિત્ય છે, નિત્ય છે માટે તે બેયમાં (વેદ્ય-વેદક ભાવોમાં) રહી શકે છે એમ તું કહે છે, પણ અમે કહીએ છીએ કે એ તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવપણાથી-સ્વભાવભાવપણાથી નિત્ય છે પણ વિભાવિક પર્યાયથી તે નિત્ય છે એમ કયાં છે? એમ છે નહિ.
શું કહ્યું એ? કે જ્ઞાની એક જ્ઞાયકસ્વભાવભાવપણાથી નિત્ય છે, પણ વિભાવભાવરૂપ પર્યાયથી નિત્ય છે એમ નથી. તેથી સ્વભાવભાવની નિત્યતાના કારણે ક્ષણિક અને કાળભેદ ઉત્પન્ન થતા તે વિભાવોને જ્ઞાની ઉત્પન્ન કરતો નથી અને ભોગવતોય નથી. આવી વાત!
કહે છે-વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે, ‘સ્વભાવભાવ નથી.’ જોયું? જ્ઞાની તો અખંડ એક જ્ઞાયકભાવના ધ્રુવપણાથી નિત્ય છે, અર્થાત્ તેની દ્રષ્ટિમાં તો અખંડ એક જ્ઞાયકભાવપણે આત્મા નિત્ય છે પણ વિભાવભાવથી-પર્યાયભાવથી નિત્ય છે એમ કયાં છે? વિભાવભાવો છે એ તો ક્ષણવિનાશી અનિત્ય છે. માટે તે ક્ષણિક વિભાવની ઇચ્છાના કાળે ને ભોગવવાના કાળે-એમાં જ્ઞાયકપણે નિત્ય એવો આત્મા છે એમ છે નહિ. હવે આ સમજાય નહિ એટલે બિચારા અજ્ઞાનીઓ ઉપવાસાદિ કરે ને બહારના ત્યાગ-ગ્રહણ કરે પણ સ્વરૂપના ભાન વિના એમાં ધર્મ કયાંથી થાય?
પ્રશ્નઃ– શ્રી કુંદકુંદાચાર્યે પણ ત્યાગ-ગ્રહણ તો કર્યો હતો? સમાધાનઃ– એ કયો ત્યાગ બાપુ! એ કાંઈ વસ્ત્રાદિ ત્યાગ્યાં ને વ્રતાદિ લઈ લીધાં એટલે ત્યાગ થઈ ગયો? એમ નથી ભાઈ! એ તો સમકિતીને કે પાંચમા ગુણસ્થાનવાળાને વ્રતનો વિકલ્પ આવે છે, હું વ્રત લઉં એમ એને થાય છે, પણ અંદરમાં જ્યારે તે દ્રઢપણે સ્વાશ્રય-સ્વનો આશ્રય કરે છે ત્યારે તેને ચારિત્રની-ત્રણ કષાયના ત્યાગની-વીતરાગતાની ને આનંદની પરિણતિ પ્રગટ થાય છે અને તે ત્યાગ-ગ્રહણ છે. સમજાણું કાંઈ...? વ્રતના વિકલ્પ લીધા માટે અંદર ચારિત્ર પ્રગટ થઈ જાય છે શું એમ છે? એમ નથી. રાજવાર્તિકમાં દાખલો આપ્યો છે કે-અંદરમાં માત્ર સમકિત જ છે અને દ્રવ્યલિંગ લીધું. પણ અંદરમાં આશ્રય અધિક થયો નહિ, પુરુષાર્થ વિશેષ થયો નહિ તે કારણે પાંચમું કે છઠ્ઠું ગુણસ્થાન પ્રગટયું નહિ. બીજી રીતે કહીએ તો સ્વનો આશ્રય આવે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે પણ વ્રતનો વિકલ્પ છે માટે ચારિત્ર આવે છે એમ છે નહિ.
ભાઈ! વીતરાગ માર્ગમાં ચારેય અનુયોગનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. (જુઓ પંચાસ્તિકાય ગાથા ૧૭૨). તો વીતરાગ શાસનનું કોઈ પણ કથન-ચાહે તે વ્રત સંબંધી હો, પર્યાય સંબંધી હો, વિભાવ સંબંધી હો, કે શુદ્ધ દ્રવ્ય સંબંધી હો-તે