Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2252 of 4199

 

સમયસાર ગાથા-૨૧૬ ] [ ૩૩૯ સર્વનું તાત્પર્ય વીતરાગતા જ છે. તેવી રીતે ક્ષણે ક્ષણે પર્યાય ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એવું કથન આવે તેનું તાત્પર્ય પણ વીતરાગતા જ છે. પણ વીતરાગતા પ્રગટે કયારે? કે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે ત્યારે. ભાઈ! ચારે અનુયોગમાંથી જે જે વાણી આવે તેનું રહસ્ય વીતરાગતા છે એમ તેમાંથી કાઢવું જોઈએ, અને વીતરાગતા સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે, માટે ચારે અનુયોગમાં એક સ્વના આશ્રયનું જ કથન છે એમ સમજવું જોઈએ. અહાહા...! સ્વ-સન્મુખ થવું એ જ વીતરાગની વાણીનો સાર છે.

અહીં કહે છે-‘વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેદ્યભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં (પહેલો) વેદ્યભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે?’ જેનાં ફળ ન આવે અર્થાત્ જે નિરર્થક-નિષ્ફળ જાય એવી વાંછા જ્ઞાની કેમ કરે? ન કરે એમ કહે છે. ગાથા બહુ ઊંચી છે. તેને ધીરજથી સમજવી જોઈએ.

અહાહા...! વાંછિત વેદાતું નથી, પછી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? ન કરે. એ તો કહેવાઈ ગયું કે જ્ઞાની નિજ સ્વરૂપને-નિત્યાનંદ પ્રભુ આત્માને-વેદે છે. આત્મા જ વેદ્ય છે અને આત્મા જ તેને વેદક છે. અર્થાત્ પોતે જ વેદવાયોગ્ય છે અને પોતે જ આનંદનો વેદનારો છે. વિકારનું કરવું અને વેદવું-એ બેય જ્ઞાનીને નથી, જ્ઞાનીને તો એનું માત્ર જાણવું છે. અહીં તો દ્રષ્ટિ અને દ્રવ્યની અપેક્ષાએ વાત છે ને? બાકી જ્યારે જ્ઞાન અપેક્ષાએ વાત લે ત્યારે એમ છે કે-જે રાગ થાય છે તે પોતાથી થયો છે અને પોતે તેનો ભોક્તા છે-એમ જ્ઞાની જાણે છે. ભારે વાત થઈ.

એક કોર કહે કે સમ્યગ્દ્રષ્ટિને બંધ થતો નથી અને બીજી કોર કહે કે દશમા ગુણસ્થાન સુધી તેને રાગ છે, અને છ કર્મ પણ બાંધે છે!!! આ કેવું!

ભાઈ! એ તો દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય અભેદ નિર્વિકલ્પ વસ્તુ છે. તેથી સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિથી વર્ણન હોય ત્યાં એમ આવે કે ધર્મીને સ્વભાવભાવ વ્યાપક અને વર્તમાન સ્વભાવપર્યાય તેનું વ્યાપ્ય છે; પણ વિકારી પર્યાય સ્વભાવનું વ્યાપ્ય નથી. તેથી સ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીને રાગ ને રાગજનિત બંધ નથી એમ કહ્યું. પરંતુ જે કાળે દ્રષ્ટિ થઈ છે તે જ કાળે જ્ઞાન પણ સાથે છે ને? દ્રષ્ટિમાં તો એકલો અભેદ નિર્વિકલ્પ (સ્વભાવ) છે, અને દ્રષ્ટિ પણ નિર્વિકલ્પ છે; પણ જ્ઞાન તે કાળે બેને (અભેદ અને ભેદને) જાણે છે. તો તે કાળે પ્રગટ થયેલું જ્ઞાન એમ જાણે છે કે-પર્યાયમાં જેટલો (અસ્થિરતાનો) રાગ છે તે પોતાનું પરિણમન છે અને પોતે તેનો કર્તા છે.