સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩૪૭ અનુભવે છે તે સકલ જિનશાસનને દેખે છે, જાણે છે. અહાહા...! જે મતિ-શ્રુતજ્ઞાનમાં - નિજ શુદ્ધોપયોગમાં-અબદ્ધસ્પૃષ્ટ, જ્ઞાનદર્શનાદિ ભેદથી રહિત અવિશેષ, પુણ્ય-પાપથી રહિત, ધ્રુવ-ધ્રુવ ચિદાનંદ પ્રભુ આત્માને દેખે છે, અનુભવે છે તે, ‘पस्सदि जिनशासनम् सव्वं’–સર્વ જિનશાસનને દેખે છે. લ્યો, વિદેહક્ષેત્રે સાક્ષાત્ બિરાજમાન વીતરાગ સર્વજ્ઞદેવ શ્રી સીમંધરનાથની દિવ્યધ્વનિ સાંભળીને શ્રી કુંદકુંદાચાર્ય આ સંદેશ અહીં લઈ આવ્યા છે; એમ કે મારગ આવો છે.
કહે છે-જેણે પોતાના આત્માને સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિમાં ગ્રહ્યો છે તે જ્ઞાની છે. સમ્યગ્દર્શન તે શ્રદ્ધાનરૂપ છે જ્યારે સ્વાનુભૂતિ તે જ્ઞાન ને આનંદની પર્યાય છે. અહીં ‘જ્ઞાની’ કહ્યો છે ને? તો આ ‘જ્ઞાની’ની વ્યાખ્યા ચાલે છે. કહે છે-‘આ બધાયમાં...’
‘આ બધાયમાં’ એટલે? એટલે કે કોઈ પણ-કર્તાપણાના રાગદ્વેષમાં, પુણ્ય-પાપમાં કે શરીરસંબંધી - ભોક્તાસંબંધીના રાગમાં-જ્ઞાનીને રાગ નથી. તેને રાગનો રાગ નથી. ઝીણી વાત છે પ્રભુ! વીતરાગ સર્વજ્ઞના શાસન સિવાય આ મારગ કયાંય છે નહિ. આ પદ્ધતિ જ આખી (દુનિયાથી) જુદી છે. આ તો ભગવાનની ઓમ્ધ્વનિમાં આવેલી વાત છે. બનારસી વિલાસમાં આવે છે ને કે-
ભગવાન સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા હોય છે. તેમની વાણી ઓમ્ધ્વનિ હોય છે. આવી (આપણા જેવી) ખંડભાષા તેમને હોતી નથી. એ તો અનક્ષરી ૐધ્વનિ હોય છે. તે ૐધ્વનિ સાંભળીને ગણધરદેવ તેમાંથી અર્થ વિચારે છે અને આગમ-સૂત્ર રચે છે. તે સૂત્ર અનુસાર આ સમયસાર એક સિદ્ધાંત-શાસ્ત્ર છે. તેમાં અહીં કહે છે-ભગવાન્! સાંભળ તો ખરો કે નિર્જરા શું ચીજ છે? અને તે કોને હોય છે?
અહાહા...! નિર્જરા નામ ધર્મ-શુદ્ધિની વૃદ્ધિ છે અને તે ત્રણ પ્રકારે કહી છે. તથા તે જ્ઞાનીને હોય છે.
જ્ઞાનીને એટલે? જ્ઞાનીને એટલે સમ્યગ્દ્રષ્ટિને હોય છે. અહાહા...! જેણે પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જ્ઞાનમાં જ્ઞેય બનાવીને જાણ્યો છે તેવા સમકિતીને નિર્જરા થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અભેદ એક પૂર્ણસ્વરૂપ પ્રભુ આત્મા જેણે જાણ્યો છે તે જ્ઞાની છે અને તેને નિર્જરા થાય છે. જુઓ, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખી પૂરણ ચીજનું (આત્મદ્રવ્યનું) જ્ઞાન થાય છે પણ આખી ને આખી ચીજ (આત્મ-