૩૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનમાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે.’
શું કહે છે? કે કર્મના સંગમાં જે રાગાદિની ઉત્પત્તિ થાય છે તે સર્વ અધ્યવસાન- એકત્વબુદ્ધિ છે. તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીર સંબંધી છે. જુઓ, આ કર્તા-ભોક્તાપણું કહે છે. કહે છે-જેટલા સંસારસંબંધી છે એટલે કે સંસારના લક્ષે જે રાગાદિ અધ્યવસાન ઉત્પન્ન થાય છે તે બંધનાં કારણ છે; તથા જેટલા શરીરસંબંધી છે અર્થાત્ શરીરાદિ ભોગવવાની ચીજના લક્ષે જે રાગાદિ અધ્યવસાન ઉત્પન્ન થાય છે તે ઉપભોગનાં નિમિત્ત છે.
હવે કહે છે-‘જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગ-દ્વેષ-મોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી.’
અહાહા...! જ્ઞાની કોને કહીએ? કે જેને અંતરમાં નિર્મળાનંદના નાથ અમૃતસ્વરૂપ ભગવાન આત્માની અનુભૂતિ થઈને આનંદરસનો-નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તે જ્ઞાની છે. આવા જ્ઞાનીને ભોક્તાસંબંધી-શરીરસંબંધી રાગમાં કે કર્તાસંબંધી રાગમાં એકત્વબુદ્ધિ નથી, એટલે કે પોતાપણું નથી. ઝીણી વાત છે ભાઈ!
આ નિર્જરા અધિકાર છે ને? તો નિર્જરા કોને થાય છે એની આ વાત છે. અહાહા...! જેને અંદરમાં પોતે જ્ઞાનાનંદસ્વરૂપ છે, અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે એવો સ્વના આશ્રયપૂર્વક સ્વીકાર આવ્યો છે તે સમકિતીને નિર્જરા થાય છે. ચોથે ગુણસ્થાનેથી સમકિતીને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદની અનુભૂતિ હોવાથી નિર્જરા થાય છે. આવી ઝીણી વાત બાપુ!
અહીં ‘જ્ઞાની’ કહ્યો છે ને? તો જ્ઞાનીની વ્યાખ્યા ચાલે છે કે-‘બધાયમાં જ્ઞાનીને રાગ નથી.’ ચાહે રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય ચાહે સુખ-દુઃખની કલ્પના-એ બધાય વિભાવ છે અને સ્વભાવની દ્રષ્ટિ જેને પ્રગટ છે, અહાહા...! સ્વાનુભૂતિ જેને પ્રગટ છે તે જ્ઞાની, તે વિભાવ પોતાના છે એમ માનતો નથી. ભાઈ! અનંતકાળમાં અંદર આત્મા પોતે શું ચીજ છે તે જાણ્યું નથી. અહા! રાગના સંબંધથી રહિત અબદ્ધસ્પૃષ્ટ પ્રભુ આત્મા અંદર ચિન્માત્રસ્વરૂપથી શોભી રહ્યો છે તેને એણે જાણ્યો નથી. અહીં કહે છે-રાગરહિત સદા વીતરાગસ્વભાવી ભગવાન આત્માને જાણનારો જ્ઞાની આ બધાય વિભાવો મારા છે એમ માનતો નથી. સમજાણું કાંઈ...?
‘जो पस्सदि अप्पाणं...’ ઇત્યાદિ ૧પ મી ગાથા આવે છે ને! ત્યાં કહ્યું છે કે જે રાગ અને કર્મના સંબંધથી રહિત અબદ્ધસ્પૃષ્ટ આદિ સ્વરૂપ ભગવાન આત્માને