૩પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ લબ્ધિરૂપ શાસ્ત્રજ્ઞાન તો એને અનંતવાર થયું. અગિયાર અંગનો પાઠી પણ અનંતવાર થયો. જુઓ, એક આચારાંગમાં ૧૮ હજાર પદ છે અને એક પદમાં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક છે. એમ-એમ (એ પ્રમાણે) એનાથી બેગણું (ડબલ) બીજું અંગ છે. એમ અગિયાર અંગ છે. તે અગિયાર અંગનું જ્ઞાન પણ એને અનંતવાર થયું. પણ તે કાંઈ જ્ઞાન નથી. એક આત્મજ્ઞાન જ જ્ઞાન છે. ‘આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયૌ’ એમ કહ્યું ને? ત્યાં આત્માની પર્યાયના જ્ઞાન વિના, કે રાગના જ્ઞાન વિના કે નિમિત્તના જ્ઞાન વિના-એમ અર્થ નથી. પણ शुद्धचिद्रूपोऽहम्, आनंदरूपोऽहम्–અહાહા...! શુદ્ધ ચિદ્રૂપ, નિત્યાનંદસ્વરૂપ ધ્રુવ પ્રભુ આત્મા હું છું-એવું સ્વાશ્રયે પ્રગટ થયેલું જ્ઞાન તે આત્મજ્ઞાન છે; આવું આત્મજ્ઞાન એણે કયારેય પ્રગટ કર્યું નહિ તેથી દુઃખી રહ્યો છે એમ અર્થ છે. તેથી શાસ્ત્રજ્ઞાન એ મુખ્ય નથી, આત્મજ્ઞાન મુખ્ય છે. સમકિતી તિર્યંચ હોય છે તેને નવ તત્ત્વનાં નામ પણ આવડતાં નથી પણ હું આનંદસ્વરૂપ આત્મા છું એવા ભાન સહિત તત્ત્વ-પ્રતીતિ તેને હોય છે, આત્મજ્ઞાન હોય છે. સમજાણું કાંઈ...?
‘આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી;’ તો કેમ નથી તેનું કારણ હવે કહે છે-‘કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.’
શું કહ્યું? કે શુભાશુભભાવના કર્તાપણાના પરિણામને શુભાશુભભાવના ભોક્તાપણાના પરિણામ-એ બધાય અનેકદ્રવ્યના સ્વભાવરૂપ છે, એક સ્વભાવ નથી, જીવસ્વભાવ નથી. એ તો બધા કર્મના સંગે-કર્મને વશ થઈને ઉત્પન્ન થયેલા ભાવ છે ને? તેથી તેઓ સંયોગી વિભાવભાવ છે, વ્યભિચારી ભાવ છે. અહાહા...! અનંતા પુદ્ગલદ્રવ્યના સંગે ઉત્પન્ન થયેલા તે (રાગાદિ) અનેક પ્રકારના વિકારી ભાવ છે તેથી ‘નાના દ્રવ્યોના સ્વભાવ’ છે એમ કહ્યું છે.
ભગવાન આત્મા એક જ્ઞાનાનંદસ્વભાવ છે; જ્યારે આ શુભાશુભભાવરૂપ કર્તા- ભોક્તાપણાના પરિણામ અનેકદ્રવ્યના સ્વભાવ છે. સંયોગના લક્ષે ઉત્પન્ન થાય છે ને? તેથી તે સંયોગીભાવ અનેકદ્રવ્યના સ્વભાવ છે, વ્યભિચારી ભાવ છે. શુભાશુભભાવ કાંઈ આત્મદ્રવ્યના લક્ષે ઉત્પન્ન થતા નથી, પણ કર્મના સંયોગના વશથી ઉત્પન્ન થાય છે, તેથી તેઓ અનેકદ્રવ્યના સ્વભાવ છે. શું કહ્યું? ન્યાય સમજાય છે ને? એમ કે-એક શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે વિભાવ-વિકારના ભાવ કયારેય ઉત્પન્ન થતા નથી, પણ તેઓ સંયોગી દ્રવ્યના-કર્મના વશે ઉત્પન્ન થાય છે માટે તેઓ અનેકદ્રવ્ય સ્વભાવ છે. આ ન્યાય છે. વસ્તુના સ્વરૂપ તરફ જ્ઞાનને લઈ જાય તેનું નામ ન્યાય છે. ‘नि’ ધાતુ છે ને? એટલે કે લઈ જવું, દોરી જવું-જેવું સ્વરૂપ છે તે તરફ જ્ઞાનને લઈ જવું તેનું નામ ન્યાય છે. આ તમારા સંસારના ન્યાયની અહીં