૩પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રયોજન સિદ્ધ કરવા માટે શુદ્ધનયને મુખ્ય કરી ભૂતાર્થ કહ્યો ને વ્યવહારને-પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહ્યો છે. ભાઈ! આ કેવળીનો પોકાર છે અને તે કુંદકુંદાચાર્યે જાહેર કર્યો છે.
જ્ઞાયકસ્વભાવી છતી શાશ્વત ચીજ પ્રભુ આત્મા ભૂતાર્થ છે એમ બીજું પદ કહ્યું ને પછી કહ્યું કે-‘भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो’ ભૂતાર્થ મતલબ શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે જીવ સમ્યગ્દ્રષ્ટિ હોય છે-થાય છે. ભાઈ! આ તો અનંતા તીર્થંકરોએ-જિનવરોએ પ્રગટ કરેલા જિનદર્શનનો પ્રાણ છે. આ તો જીવના જીવનનું વાસ્તવિક જીવન છે. જુઓને, એ જ કહે છે ને અહીં કે-‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.’ એટલે કે ભૂતાર્થનો જેને આશ્રય વર્તે છે તેને રાગાદિના કર્તા અને ભોક્તાપણાનો નિષેધ છે. ભાઈ! ટીકામાં ભાષા તો આ છે. અહો! અમૃતચંદ્રદેવે પરમ અમૃત રેડયાં છે! ભગવાન! તારા હિતની આ વાત છે.
પ્રશ્નઃ– સાત તત્ત્વની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે ને? સમાધાનઃ– ભાઈ! સાત તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા એ કાંઈ સમ્યગ્દર્શન નથી. સાત તત્ત્વની અભેદ શ્રદ્ધા (સાત તત્ત્વની પાછળ રહેલા એક જ્ઞાયકભાવની શ્રદ્ધા) તે સમ્યગ્દર્શન છે. ત્યાં તત્ત્વાર્થસૂત્રમાં ‘–तत्त्वम्’ એમ એકવચન છે. એટલે કે ભેદની ત્યાં વાત નથી. જ્યાં એકવચન હોય ત્યાં એકરૂપ સ્વભાવનો આશ્રય થયો અને તેમાં સાતે તત્ત્વનું શ્રદ્ધાન ગર્ભિત થઈ ગયું; કેમકે નિશ્ચયથી...’ જરી સૂક્ષ્મ વાત છે ભાઈ! કે જ્ઞાયકભાવ અભેદ એક છે તેનાં જ્યાં શ્રદ્ધાન-જ્ઞાન થતાં તો તેમાં (એક જ્ઞાયકભાવમાં) આ (આસ્રવાદિ) પર્યાય નથી એમ તેનું જ્ઞાન પણ આવી જાય છે. સ્યાત્ અસ્તિ અને સ્યાત્ નાસ્તિ એમ ભંગ છે ને? અહાહા...! સપ્તભંગી તો જૈનદર્શનનું મૂળ છે, અને જૈનદર્શન-દિગંબર જૈનદર્શન એ જ દર્શન છે. બીજું કોઈ દર્શન-શ્વેતાંબરાદિ-જૈનદર્શન છે જ નહિ. પંડિત શ્રી ટોડરમલજીએ તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં એ સર્વને અન્યમતમાં લીધા છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
આ બધા શેઠિયા માને કે અમે મોટા કરોડપતિ શેઠિયા છીએ ને? અરે! ધૂળેય નથી શેઠિયા, સાંભળને. આત્મામાં કયાં પૈસા ગરી ગયા છે? ‘નથી’ (આત્મા પૈસા નથી) એ જ અનેકાન્ત થયું. ભગવાન આત્મા જ્ઞાયકભાવે છે ને રાગાદિ પરભાવે નથી એ અનેકાન્ત છે. ઓહો! ભાગ્ય હોય તો સાંભળવાય મળે. અહા! આમાં તો સત્ ને પામવાની રીત ને પદ્ધતિ બતાવી છે!
અહાહા...! જ્ઞાની કેવા હોય છે? તો કહે છે-એક જ્ઞાયકભાવસ્વભાવવાળા હોય