સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩પપ છે, પણ વ્યવહારરત્નત્રયના રાગવાળા જ્ઞાની હોય છે એમ નહિ. બહુ ઝીણી વાત છે. બાપુ! નિશ્ચય ને વ્યવહારના વિષય તો વિરુદ્ધ છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે નય છે ને? બેના વિષય તો વિરુદ્ધ છે. જો બેય નય એક સરખા હોય તો બે નય પડે જ નહિ. માટે બેમાં વિષયભેદે વિરુદ્ધતા છે. જેને નિશ્ચય સ્વીકારે છે તેને વ્યવહાર સ્વીકારતો નથી અને જેને વ્યવહાર સ્વીકારે છે તેને નિશ્ચય સ્વીકારતી નથી. જ્ઞાની નિશ્ચયનો આશ્રય કરી નિશ્ચયને સ્વીકારે છે અને વ્યવહાર છે એનો માત્ર જ્ઞાતા-જાણનાર રહે છે. વ્યવહારનો જ્ઞાની આશ્રય કરતો નથી, માત્ર એને જાણે છે બસ. તેથી તો કહ્યું કે- જ્ઞાની એક જ્ઞાયકસ્વભાવવાળો છે; અર્થાત્ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે તે જ્ઞાની છે; અને જ્ઞાનીને વ્યવહારના ભાવોનો-રાગાદિ ભાવોનો નિષેધ છે અર્થાત્ આશ્રય નથી. બાપુ! આ ન્યાયથી-લોજીકથી-યુક્તિથી તો કહે છે. પણ હવે બેસવું, ન બેસવું એમાં તો સૌ સ્વતંત્ર છે. બીજાને કોઈ બીજો બેસાડી દે (સમજાવી દે) એમ છે નહિ. ભગવાન તીર્થંકરદેવ પણ બીજામાં શું કરે?
આમાં બે વાત થઈ- ૧. ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે તે જ્ઞાની છે-આ અસ્તિ થઈ. ૨. અને એવા જ્ઞાનીને રાગનો નિષેધ છે, આશ્રય નથી-એમ નાસ્તિ થઈ. એ તો પહેલાં આવી ગયું ને? કે જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. હવે જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ રાગદ્વેષમોહાદિના કર્તાપણાના અને સુખદુઃખાદિના ભોક્તાપણાના જેટલા પરિણામ છે તે બધાયનો જ્ઞાનીને નિષેધ છે, જ્ઞાની તેનો આશ્રય કરતો નથી. આવી વાત છે.
અરે! અજ્ઞાનીએ કોઈ દિ’ શાસ્ત્ર વાંચ્યાંય નથી, સાંભળ્યાંય નથી. એને કયાં ફુરસદ છે બિચારાને? એ તો બાયડી-છોકરાંમાં ને ભોગમાં ને પૈસા રળવામાં ગરી ગયો છે. એને કહીએ છીએ કે ભાઈ! એમાં કાંઈ (માલ) નથી. આ ધૂળનો (પૈસાદિનો) તો કોઈને ત્રણકાળમાં ભોગ નથી. સ્ત્રીના શરીરનો ભોગ પણ જીવને-અજ્ઞાનીને પણ-હોતો નથી; કેમકે અરૂપી ભગવાન આત્મા રૂપીને અડેય નહિ તો કેમ ભોગવે? માટે જીવ મકાનને, સ્ત્રીના શરીરને કે ભોજનાદિને કદીય ભોગવે નહિ. ફક્ત તે તરફનો ‘આ ઠીક છે’-એમ રાગ કરીને અજ્ઞાની તે રાગનો ભોક્તા થાય છે, કર્તા પણ થાય છે, પરંતુ જ્ઞાની તેના કર્તા-ભોક્તા નથી એમ અહીં કહે છે.
અજ્ઞાની શેનો ભોક્તા છે? અજ્ઞાની રાગાદિનો ભોક્તા છે, પણ પરનો-શરીર, વાણી, મકાન, ધન, ભોજનાદિનો