૩પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ કદીય ભોક્તા નથી. તે માને છે કે હું પરને કરું છું ને ભોગવું છું તેથી તે તેવા રાગનો કર્તા-ભોક્તા થાય છે, પણ પરનો નહિ કેમકે પરને તો આત્મા અડતોય નથી. અહીં કહે છે-જ્ઞાનીને રાગના કર્તા-ભોક્તાપણાનો નિષેધ છે, અર્થાત્ જ્ઞાની રાગનોય કર્તા-ભોક્તા છે નહિ.
પ્રશ્નઃ– આ બંગલાવાળાઓને જેમ પૈસા થાય એમ એનાથી મઝા-આનંદ આવે છે ને?
ઉત્તરઃ– ભાઈ! એ બંગલાવાળાઓને કાંઈ બંગલા કે પૈસાનો ભોગવટો છે એમ નથી કેમકે પૈસા ને બંગલા તો જડ ધૂળ છે. બંગલા બંગલાના (જડ પુદ્ગલના) છે ને પૈસા પણ પૈસાના (જડ પુદ્ગલના) છે. પૈસા થાય એમાં આત્માને શું આવ્યું? આ બંગલા ને પૈસા ઠીક છે એવા રાગનો-કષાયનો ભોગ તેને તો આવે છે અને તેમાં હરખ માને એ અજ્ઞાન તેના પલ્લે તો આવે છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– આપ આ લાકડી ફેરવો છો એટલે પૈસા વધે છે એમ લોકો કહે છે તે બરાબર છે?
ઉત્તરઃ– ધૂળેય બરાબર નથી સાંભળને. આ લાકડી તો હાથમાં પરસેવો થાય તો શાસ્ત્રને અડાય નહિ તે કારણથી રાખી છે. આ અત્યારે છે એ તો પ્લાસ્ટીકની છે, પણ પહેલાં સુખડની હતી. તે સુખડની હતી તેને કોઈ લઈ ગયું; એને એમ કે એમાં કંઈક (ચમત્કાર) છે. પણ બાપુ! આ તો ધૂળ છે. આ લાકડીમાં શું માલ છે? માલ તો બધો ચૈતન્યચમત્કાર પ્રભુ આત્મામાં છે. અહીં તો એની (ચૈતન્યની વાત કરીએ છીએ ને તેને કોઈ એકચિત્ત થઈ સાંભળે છે તો તેને ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે. બસ, આ વાત છે. બાકી લાકડી-બાકડીમાં કાંઈ (જાદુ) નથી. સમજાણું કાંઈ...?
અહાહા...! આત્મા ચૈતન્યચમત્કારસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ અનંતી શક્તિઓનો ભંડાર પ્રભુ ઇશ્વર છે. આત્મામાં એક પ્રભુત્વશક્તિ છે. પ્રભુત્વશક્તિ વડે આત્મા પોતાના અખંડિત પ્રતાપ વડે સદા સ્વતંત્ર શોભાયમાન છે. આ પ્રભુત્વશક્તિ-ઇશ્વર શક્તિનું એક એક ગુણમાં રૂપ છે. શું કહ્યું એ? જેમ આત્માનો એક જ્ઞાનગુણ છે તેમ કર્તાગુણ છે. તો, કર્તાગુણ છે તે જ્ઞાનગુણમાં નથી, પણ જ્ઞાનમાં કર્તાગુણનું રૂપ છે, કેમકે જ્ઞાનમાં જ્ઞાનનું કરવાપણું સ્વતંત્ર પોતાથી છે. ઝીણી વાત છે ભાઈ! આનો દીપચંદજી સાધર્મીએ ચિદ્દવિલાસમાં વિસ્તારથી ખુલાસો કર્યો છે.
જ્ઞાયકભાવસ્વરૂપ અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. આકાશના જેટલા પ્રદેશ છે એનાથી અનંતગુણા આત્મામાં ગુણ છે. અહાહા...! આકાશ કોને કહીએ? જેનો કયાંય અંત નહિ એવું સર્વવ્યાપક! શું કયાંય એનો અંત છે? અનંત-અનંત-અનંત