Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2272 of 4199

 

સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩પ૯ ઇત્યાદિ શબ્દો છે તેનો આ ભાવ છે. આખા કળશો તો થોડા યાદ રહે છે? પણ આ ભાવ છે કે શુદ્ધ આનંદકંદ એક જ્ઞાયકભાવ-ચિન્માત્રભાવના વશથી-આશ્રયથી-અવલંબનથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવ પવિત્ર અવ્યભિચારી ભાવ છે અને તે મોક્ષનું કારણ છે; જ્યારે કર્મના નિમિત્તને અર્થાત્ અનેક દ્રવ્યને વશ થઈને -તાબે થઈને જે ભાવ ઉત્પન્ન થાય છે તે વ્યભિચારી ભાવ છે અને તે બંધનું કારણ છે.

ભાઈ! આ તો સિદ્ધાંત છે કે-‘સ્વાશ્રિતો નિશ્ચયઃ, પરાશ્રિતો વ્યવહારઃ’ અહીં કહે છે-જેટલા પરાશ્રિત ભાવ છે તે બંધનું કારણ છે. નિશ્ચય અને વ્યવહાર -એ બે નયના વિષયને વિરોધ છે. ‘उभयनयविरोधध्वंसिनि’... એમ કળશ આવે છે ને? નિશ્ચય અને વ્યવહાર એમ બે નયના વિષયો ભિન્ન ભિન્ન છે. નિશ્ચયનયનો વિષય પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્ઞાયકસ્વભાવથી મંડિત એક શુદ્ધ આત્મદ્રવ્ય છે અને તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એ તો ૧૧ મી ગાથામાં આવી ગયું કે-‘भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो’! ભાઈ! ચારે કોરથી જુઓ તો પૂર્વાપર વિરોધ રહિત સિદ્ધાંત સિદ્ધ થાય છે. પરાશ્રિત ભાવ, વ્યવહારના ભાવ -ચાહે કર્તાસંબંધી હો કે ભોગસંબંધી હો -બંધનું કારણ છે. ત્યાં ગાથામાં ન આવ્યું કે –‘सुदपरिचिदाणुभूदा सव्वस्स कामभोगबन्धकहा’–એમ કે કામ નામ રાગનું કરવું ને ભોગ નામ રાગનું ભોગવવું -એવી બંધની વાત તો અનંતવાર સાંભળી છે, પરિચયમાં આવી છે, અનુભવમાં આવી છે. ત્યાં ‘बंध कहा’નું વાચ્ય તો ‘બંધભાવ’ છે. અહા! એણે સ્વથી એકત્વ ને રાગથી ભિન્ન એવા ભાવને કદી સાંભળ્‌યો નથી!

પ્રશ્નઃ– સંભળાવવાવાળા મળ્‌યા નહિ ને? ઉત્તરઃ– ભાઈ! એ તો પાત્રતા જાગૃત થઈ નહિ, પોતે દરકાર કરી નહિ તો સંભળાવવાવાળા મળ્‌યા નહિ એમ કહે છે. ભગવાન તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર સાક્ષાત્ વિદેહમાં હમણાં પણ બિરાજે છે. પણ શું થાય? સાંભળવાની લાયકાત નથી તો ત્યાં ઉપજ્યો નહિ, જન્મ્યો નહિ.

પ્રશ્નઃ– તો શું કાળલબ્ધિ પાકી નહિ? સમાધાનઃ– ભાઈ! પુરુષાર્થ કરે તો કાળલબ્ધિ પાકે છે કે બીજી રીતે પાકે છે? એ તો એક ભાઈ સાથે’ ૮૩ ની સાલમાં એટલે પ૦ વર્ષ પહેલાં ચર્ચા થઈ હતી. તે કહે- કાળલબ્ધિ પાકે ત્યારે થશે. ત્યારે કહ્યું કે-કાળલબ્ધિ શું ચીજ છે? જુઓ, મોક્ષમાર્ગપ્રકાશકમાં તો શ્રી ટોડરમલજી આમ કહે છે કે-કાળલબ્ધિ ને ભવિતવ્ય કાંઈ વસ્તુ નથી. જે સમયે પુરુષાર્થ દ્વારા જે પર્યાય પ્રાપ્ત થઈ તે કાળલબ્ધિ છે; અને ત્યારે જે થવા યોગ્ય ભાવ હતો તે થયો તે ભવિતવ્ય છે. આ વાત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં કહી છે. આ મોક્ષમાર્ગપ્રકાશક પહેલાં’ ૮૨ માં એટલે પ૧ વર્ષ પહેલાં વાંચેલું. જુઓ, તેના નવમા અધિકારમાં આ છેઃ-