સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩૬૧ જ્ઞાનગુણની પરિપૂર્ણ દશામાં-કેવળજ્ઞાનમાં અનંતા કેવળી જણાય, ત્રણકાળ-ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય-આવા કેવળજ્ઞાનના સામર્થ્યનું જેને શ્રદ્ધાન થાય તેને ભવ હોઈ શકે નહિ, અહાહા...! પરિપૂર્ણ દશા જે કેવળજ્ઞાન તેનું અનંત સામર્થ્ય જેની દ્રષ્ટિમાં બેસી ગયું તેને ભવભ્રમણ રહે અને પુરુષાર્થહીનતા હોય તે હોઈ શકે નહિ. કહ્યું કે-સર્વજ્ઞ કેવળીએ જેમ દીઠું છે તેમ થશે-એમ સર્વજ્ઞની શ્રદ્ધાવાળાને ભવ હોતા જ નથી, એ તો પુરુષાર્થના પંથે જ છે. એ તો પછી પ્રવચનસારમાંથી નીકળ્યું, પણ તે દિ’ કયાં પ્રવચનસાર જોયું’તું? પ્રવચનસાર તો’ ૭૮ની સાલમાં જોયું; પણ એનો ભાવ તે દિ’ હતો.
अप्पाणं’ આત્માને જાણે છે અને ‘माहो खलु जादि तस्य लयं’ તેનો મોહ નાશ પામી જાય છે અર્થાત્ તે ક્ષાયિક સમકિતને પ્રાપ્ત થાય છે. જુઓ, આચાર્યદેવે જોર તો એટલું દીધું છે કે-તે અપ્રતિહત ભાવને પામે છે-એમ કહેવું છે. ‘लयं’ શબ્દ છે ને? તે અપ્રતિહત ભાવને સૂચવે છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસારની ૯૨મી ગાથામાં કહે છે કે- અમે આગમકૌશલ્ય તથા સ્વાનુભવમંડિત આત્મજ્ઞાન વડે મિથ્યાત્વને હણી નાખ્યું છે; હવે તે ફરીને અમને આવશે નહિ.
પ્રશ્નઃ– પણ ભગવાન! આપ છદ્મસ્થ છો ને? અને પંચમ આરાના મુનિ છો ને? (છતાં આવી અપ્રતિહત ભાવની વાત કરો છો?)
સમાધાનઃ– ભાઈ! અમે આ કોલકરાર કરીએ છીએ ને? કે અમે પંચમ આરામાં સ્વાનુભવ વડે જે મિથ્યાત્વનો નાશ કર્યો છે તે તેનું વમન કરી નાખ્યું છે; જેથી હવે તે ફરીને આવશે નહિ. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં મોહના નાશની-વમનની વાત છે. અહાહા...! જેને અરિહંતનું-કેવળજ્ઞાનનું અંતરમાં ભાન થયું તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિનું બીજ એવું સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે.
પ્રશ્નઃ– શું આ પંચમ આરાની વાત છે? ઉત્તરઃ– હા; પંચમ આરાના મુનિરાજ તો કહે છે; તો એ કોની વાત છે? ભાઈ! આ પંચમ આરાના જીવો માટેની વાત છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે-‘કાળલબ્ધિ અને ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી.’ તો શું શ્રી ટોડરમલજી કેવળી થઈ ગયા છે? શું તેમને કેવળજ્ઞાન થઈ ગયું છે?