સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩૬પ વાત છે. જ્ઞાનીને એવો અસ્થિરતાનો રાગ આવે છે પણ તેને અસ્થિરતાની રુચિ કે પ્રીતિ હોતાં નથી, પ્રશસ્ત રાગની પણ જ્ઞાનીને રુચિ હોતી નથી. જ્ઞાનીને તો એક જ્ઞાયકસ્વભાવ જ આદરણીય છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-પરદ્રવ્ય ને પરભાવ સંસાર પરિભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો? ભાઈ! અરિહંતાદિ ભગવાન પ્રત્યે પણ પ્રીતિ કરે તો તે રાગ છે અને રાગ પ્રત્યે પ્રીતિ કરે તો તે મિથ્યાત્વ છે. એ જ અહીં આવ્યું ને કે-‘પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે.’ અહા! જુઓને, પંડિત શ્રી જયચંદજીએ કેવો સરસ ભાવાર્થ કર્યો છે!
તો જ્ઞાનીને પણ અરહંતાદિમાં ભક્તિ તો હોય છે? તે હોય છે ને; તેની કોણ ના પાડે છે? પણ તેને તે રાગનો રાગ નથી વા તે રાગ ભલો છે ને કરવા યોગ્ય કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી. અહાહા...! સહજાત્મસ્વરૂપ સહજાનંદ પ્રભુ આત્માનો જેને પ્રેમ થયો તેને રાગ પ્રત્યે પ્રેમ નથી, રાગ મારો છે, પર (અરહંતાદિ) મારા છે એમ મમત્વ નથી. આવી વાત છે.
તો કહે છે ને કે-ધર્મીને સ્ત્રી-કુટુંબ-પરિવાર પ્રત્યે રાગ હોય છે તેથી અધિક રાગ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ને સાધર્મી પ્રત્યે હોય છે?
ભાઈ! સ્ત્રી-કુટુંબાદિ પ્રત્યેના રાગ કરતા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો રાગ જુદી જાતનો હોય છે. જેને અંતરમાં શુદ્ધ એક જ્ઞાયકભાવની રુચિ જાગ્રત થઈ છે તેના રાગની પણ દિશા બદલાઈ જાય છે, તેને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના પ્રશસ્ત રાગની જ અધિકતા હોય છે. જો વિશેષ રાગ દેવ-ગુરુ-ધર્મ પ્રતિ ન હોય અને કુટુંબ-પરિવાર આદિ અપ્રશસ્ત વિષયો પ્રત્યે અધિક રાગ હોય તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે. તો જ્ઞાનીને દેવ-ગુરુ-ધર્મ પ્રતિ વિશેષ રાગ તો હોય છે પણ તેને તે રાગનો રાગ હોતો નથી; આ દેવ-ગુરુ આદિ મારા છે એવી મૂર્ચ્છાનો ભાવ તેનો હોતો નથી. ભાઈ! જેવો કુટુંબાદિ પ્રત્યે રાગ છે તેથી વિશેષ દેવ-ગુરુ આદિ પૂજનીક પુરુષો પ્રતિ રાગ ન હોય તો તે મિથ્યાદ્રષ્ટિ છે અને દેવ-ગુરુ પ્રત્યે તેઓ મારા છે એવો મમત્વનો રાગ હોય તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ...? અહીં આ જ કહે છે કે-પરદ્રવ્ય ને પરભાવ એટલે કે વિકારી શુભાશુભભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે અને જો તેમના પ્રત્યે-ભ્રમણના કારણ પ્રત્યે -પ્રીતિ હોય તો જ્ઞાની કેવો?
તો અનુભવ પ્રકાશમાં આવે છે કે-“જેમ સંધ્યાનો લાલ સૂર્ય અસ્તતાનું કારણ છે તથા પ્રભાતની સંધ્યાની લાલાશ સૂર્યોદયને કરે છે, તેમ વિવિધ પરમગુરુ (પંચ પરમેષ્ઠી) વિના શરીરાદિ-રાગ કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે (અને) પંચ પરમ-