સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩૬૭ છૂટી ગયો છે. રાગ છૂટી ગયો છે એમ નહિ, પણ રાગનો રસ-પ્રેમ છૂટી ગયો છે. અહાહા...! અબંધસ્વભાવી ભગવાન આત્માના આનંદરસની રુચિમાં જ્ઞાનીને બંધભાવ જે રાગ તેનો રસ ઊડી ગયો છે. માટે તેને કર્મ નામ પુણ્ય-પાપ આદિ ક્રિયા પરિગ્રહપણાને પ્રાપ્ત થતી નથી; અર્થાત્ તે ક્રિયા પોતાની છે એમ જ્ઞાની સ્વીકારતો નથી, ગ્રહતો નથી, કર્મ શબ્દે અહીં બધી ક્રિયાઓની વાત છે.
જેમ લોધર ને ફટકડીનો ઓપ ચઢયા વિનાના વસ્ત્રમાં રંગ પેસતો નથી તેમ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી પુણ્ય-પાપની ક્રિયાનો રંગ જ્ઞાનીમાં પેસતો નથી કેમકે જ્ઞાની રાગરસથી રહિત છે. આ કારણે ક્રિયાનું પરિગ્રહપણું તેને છે નહિ; ક્રિયા મારી છે એમ પકડ એને છે નહિ. કળશટીકામાં પણ કર્મ એટલે-‘જેટલી વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા’-એમ ક્રિયા અર્થ લીધો છે. કર્મનો અર્થ શું? કળશટીકામાં કહ્યું છે કે-કર્મ એટલે વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા તે સમ્યગ્દ્રષ્ટિ જીવને મમતારૂપ સ્વીકારપણાનો નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી. લ્યો, રાજમલજીએ કર્મનો અર્થ આ કર્યો કે-સામગ્રી અને રાગાદિ- ભોગરૂપ ક્રિયા.
શું કહ્યું? કે જેમ વસ્ત્ર લોધર ને ફટકડીથી ઓપિત થયું ન હોય તો તે રંગને ગ્રહણ કરતું નથી તેમ જ્ઞાની રાગરસથી રહિત છે તેથી તેને રાગની ક્રિયાનો રંગ લાગતો નથી અર્થાત્ રાગની ક્રિયા તેને પરિગ્રહભાવને પામતી નથી. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ ક્રિયા જ્ઞાનીને હોય છે પણ તેમાં પોતાપણું નથી તેથી તે પરિગ્રહપણાને ધારતી નથી. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાંસુધી જ્ઞાનીને યથાસંભવ રાગ આવે છે પણ તે હેયબુદ્ધિએ આવે છે, રસબુદ્ધિએ નહિ. અહાહા...! જ્ઞાનીને ક્રિયાથી એકત્વ નથી. લ્યો, આવી વાત હવે શુભરાગના રસિયાઓને કઠણ પડે છે, પણ શું થાય? સ્વરૂપ જ આવું છે.
જ્ઞાનીને રાગરૂપ રસ નથી. એટલે કે રાગ નથી એમ નહિ. રાગ ન હોય તો પૂરણ વીતરાગ થઈ જાય. (પરંતુ એમ નથી). એને રાગનો રસ નથી એટલે રાગની રુચિ નથી, રાગમાં પોતાપણું નથી. અહા! છટ્ઠે ગુણસ્થાને મુનિરાજને પ્રચુર આનંદનું વેદન હોય છે, તોપણ પંચમહાવ્રતાદિના વિકલ્પ તો હોય છે, તદ્ન રાગ નથી એમ નથી; પણ રાગનો રાગ નથી, રાગ ભલો-હિતકારી છે એમ નથી; અથવા રાગનો આશ્રય કે આલંબન નથી. અહા! જ્ઞાનીનો આશ્રય-આલંબન તો એક જ્ઞાયકસ્વભાવ છે. જ્ઞાનીને તો દ્રવ્યદ્રષ્ટિ મુખ્ય છે; તેને દ્રવ્યદ્રષ્ટિ મુખ્ય છે તે કોઈ કાળે ગૌણ થઈ જાય ને રાગદ્રષ્ટિ મુખ્ય થઈ જાય એમ કયારેય થતું નથી.
જ્ઞાનીને એક જ્ઞાયકભાવનો રસ છે, શુદ્ધ ચૈતન્યનો રસ છે; તેથી રાગનો રસ તેને છે નહિ. રાગ નથી એમ નહિ, રાગ તો છે; મંદિર બનાવવું, પ્રતિષ્ઠા કરાવવી,