સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] [ ૩૮પ
પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી).
લ્યો; આ સિદ્ધાંત કહ્યો. શરીરની ક્રિયાથી, પૈસાથી, સ્ત્રીના દેહથી કે એવી જડની ક્રિયાથી તને નુકશાન થાય છે એમ નથી, કેમકે એ તો પરદ્રવ્ય છે. ભાઈ! અહીં ‘પરના અપરાધથી તને બંધ થતો નથી’-આ સિદ્ધ કરવું છે હોેં.’ ‘ભોગવ’ એમ કહ્યું ત્યાં કાંઈ ભોગવવાનું કીધું નથી પણ પરદ્રવ્યના સંબંધમાં પરદ્રવ્યને લઈને તને નુકશાન છે એમ નથી એમ સમજાવવું છે, સિદ્ધ કરવું છે.
‘વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ.’
શું કહે છે? કે આત્માનો જ્ઞાનાનંદસ્વભાવ સહજ સ્વાધીન જ છે અને જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા જે જ્ઞાન ને આનંદરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય કોઈ દિ’ અજ્ઞાન કરાવી શકે નહિ. શરીરની ગમે તેટલી ક્રિયા થાય ને લક્ષ્મીના ઢગલા હોય તોપણ તેને લઈને જીવમાં અજ્ઞાન થાય એમ નથી; (જો અજ્ઞાન થાય તો તે) પોતાના અપરાધથી થાય છે, પણ અહીં તો જ્ઞાનીને તે (અજ્ઞાન) છે નહિ એમ વાત છે. ધર્મીને તો શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ આત્મા પોતાનો છે ને? તે તો જ્ઞાનરૂપે પરિણમે છે એટલે તેને પરિણામમાં (અજ્ઞાનમય) અશુદ્ધતા છે જ નહિ. જ્ઞાનીને તો શરીરાદિના ભોગને કાળે પણ અશુદ્ધતા (અસ્થિરતા) ટળતી જાય છે અને શુદ્ધતા વધતી જાય છે-એમ વાત છે; કારણ કે પરને લઈને જીવમાં અશુદ્ધતા (અજ્ઞાન) થાય એમ છે નહિ. ઝીણી વાત છે ભાઈ! પરંતુ આથી કોઈ સ્વચ્છંદે પરિણમે તો એ અજ્ઞાનીની અહીં વાત નથી. અહીં તો સિદ્ધાંત-નિશ્ચય સત્ય શું છે તે સિદ્ધ કરે છે.
ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છે. અને તેને નિહાળનારને-જોનારને તો જ્ઞાન અને આનંદના પરિણામ થાય છે. તે જ્ઞાનમય પરિણામને પરદ્રવ્યની ક્રિયાઓ ફેરવી દે-અજ્ઞાનમય કરી દે એમ ત્રણકાળમાં નથી. અહા! ‘પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ’-આ સિદ્ધાંત છે.
પ્રશ્નઃ– ૯૬ હજાર રાણીઓ હોય છતાં ચક્રવર્તી તીર્થંકર સમકિતી? સમાધાનઃ– ભાઈ! સાંભળ. ૯૬ હજાર રાણીઓ જ્ઞાનીને તો પરદ્રવ્ય છે; તે નુકશાનનું કારણ કેમ થાય? પરદ્રવ્યને લઈને નુકશાન કયાં છે? હા, તેને