जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।। ११।।
आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं
__________________________________________________________________ આદિ ભાવો [एत्य स्फुटम् उपरि तरन्तः अपि] સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તોપણ [प्रतिठाम् न हि विदधति] (તેમાં) પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે; પર્યાયો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. [समन्तात् द्योतमानं] આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. [अपगतमोहीभूय] એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાંસુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી.
ભાવાર્થઃ– શુદ્ધનયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એમ ઉપદેશ છે. ૧૧.
હવે, એ જ અર્થનું કલશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યે આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છેઃ-
શ્લોકાર્થઃ– [यदि] જો [कः अपि सुधीः] કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દ્રષ્ટિ) [भूतं भान्तम् अभूतम् एव बधिं] ભૂત, વર્તમાન અને ભાવિ એવા ત્રણે કાળનાં કર્મોના બંધને પોતાના આત્માથી [रभसात्] તત્કાળ-શીઘ્ર [निर्भिद्य] ભિન્ન કરીને તથા [मोहं] તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ (અજ્ઞાન)ને [हठात्] પોતાના બળથી (પુરુષાર્થથી) [व्याहत्य] રોકીને અથવા નાશ કરીને [अन्तः] અંતરંગમાં [किल अहो कलयति] અભ્યાસ કરે-દેખે તો [अयम् आत्मा] આ આત્મા [आत्म– अनुभव–एक–गम्य–महिमा] પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો [व्यक्तः] વ્યક્ત (અનુભવગોચર), [ध्रुवं] નિશ્ચલ, [शाश्वतः] શાશ્વત, [नित्यं कर्म–कलङ्क–पङ्क–विकलः] નિત્ય કર્મકલંક-કર્દમથી રહિત-[स्वयं देवः] એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ [आते] વિરાજમાન છે.