ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध्वा।
आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्प –
__________________________________________________________________
ભાવાર્થઃ– શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. આ પ્રાણી-પર્યાયબુદ્ધિ બહિરાત્મા-તેને બહાર ઢૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૧૨.
હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इति] એ રીતે [या शुद्धनयात्मिका आत्म–अनुभूतिः] જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [इयम् एव किल ज्ञान–अनुभूतिः] તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે [इति बुद्ध्वा] એમ જાણીને તથા [आत्मनि आत्मानम् सुनिष्प्रकम्पम् निवेश्य] આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [नित्यम् समन्तात् एकः अवबोध–घनः अस्ति] ‘સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે’ એમ દેખવું.
ભાવાર્થઃ– પહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું; હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યગ્જ્ઞાન છે. ૧૩.