હવે શુદ્ધનયને ગાથાસુત્રથી કહે છેઃ-
કેવો જીવ જાણવાથી જીવ જાણ્યો કહેવાય એ વાત કરે છે. ખરેખર ભગવાન આત્મા અબદ્ધ છે, રાગ અને કર્મના સંબંધ વિનાની ચીજ છે. (જ્ઞાનની) પર્યાયમાં રાગની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ તો વ્યવહાર છે, પરંતુ રાગનો કર્મની સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એ પણ અસદ્ભૂત વ્યવહાર છે. આત્મા અબદ્ધ કહેતાં રાગ અને કર્મના સંબંધ વિનાની ત્રિકાળી ચીજ છે એની અંતર્દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. એવા આત્માને જાણે ત્યારે આત્માને જાણ્યો એમ ખરેખર કહેવામાં આવે છે.
यः જે નય आत्मानम् આત્માને अबद्धस्पृष्टम् બંધરહિત અને પરના સ્પર્શરહિત, अनन्यकं અન્યપણા રહિત, नियतम् ચળાચળતા રહિત, अविशेषम् વિશેષ રહિત, असंयुक्तम् અન્યના સંયોગ રહિત-એવા પાંચભાવરૂપ पश्यति દેખે છે तं તેને, હે શિષ્ય! તું शुद्धनयं શુદ્ધનય विजानिहि જાણ.
જુઓ, નિશ્ચયનય-શુદ્ધનય આત્માને અબદ્ધસ્પૃષ્ટ જુએ છે, બંધરહિત અને પરના સ્પર્શરહિત જુએ છે. અબદ્ધસ્પૃષ્ટને અબદ્ધસ્પૃષ્ટ સ્વભાવ દેખતો નથી. અબદ્ધસ્પૃષ્ટ એ તો ત્રિકાળી વસ્તુ છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે અબદ્ધસ્પૃષ્ટનો અનુભવ થાય છે. એને શુદ્ધોપયોગ કહે છે. ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનું જિનશાસન એ શુદ્ધોપયોગ છે. એ શુદ્ધોપયોગ આત્માને અબદ્ધસ્પૃષ્ટ એટલે બંધરહિત અને પરના સ્પર્શરહિત, અન્યપણા રહિત નામ અનેરી નરનારકાદિ ગતિ રહિત, ચળાચળતા રહિત કહેતાં વૃદ્ધિ-હાનિ રહિત, વિશેષ રહિત એટલે ગુણ-ગુણીના ભેદ રહિત