Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2306 of 4199

 

સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ] [ ૩૯૩

तथा ज्ञान्यपि खलु यदा ज्ञानस्वभावं तर्क प्रहाय।
अज्ञानेन परिणतस्तदा अज्ञानतां गच्छेत्।। २२३।।
ગાથાર્થઃ– [शंखस्य] જેમ શંખ [विविधानि] અનેક પ્રકારનાં [सचित्ताचित्त–

मिश्रितानि] સચિત્ત, અચિત્ત અને મિશ્ર [द्रव्याणि] દ્રવ્યોને [भुञ्जानस्य अपि] ભોગવે છે-ખાય છે તોપણ [श्वेतभावः] તેનું શ્વેતપણું [कृष्णकः कर्तु न अपि शक्यते] (કોઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, [तथा] તેમ [ज्ञानिनः अपि] જ્ઞાની પણ [विविधानि] અનેક પ્રકારનાં [सचित्ताचित्तमिश्रितानि] સચિત્ત અચિત્ત અને મિશ્ર [द्रव्याणि] દ્રવ્યોને [भुञ्जानस्य अपि] ભોગવે તોપણ [ज्ञानं] તેનું જ્ઞાન [अज्ञानतां नेतुम् न शक्यम्] (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી.

[यदा] જ્યારે [सः एव शंखः] તે જ શંખ (પોતે) [तकं श्वेतस्वभावं] તે શ્વેત

સ્વભાવને [प्रहाय] છોડીને [कृष्णभावं गच्छेत्] કૃષ્ણભાવને પામે (અર્થાત્ કૃષ્ણભાવે પરિણમે) [तदा] ત્યારે [शुक्लत्वं प्रजह्यात्] શ્વેતપણાને છોડે (અર્થાત્ કાળો બને), [तथा] તેવી રીતે [खलु] ખરેખર [ज्ञानी अपि] જ્ઞાની પણ (પોતે) [यदा] જ્યારે [तकं ज्ञानस्वभावं] તે જ્ઞાનસ્વભાવને [प्रहाय] છોડીને [अज्ञानेन] અજ્ઞાનરૂપે [परिणतः] પરિણમે [तदा] ત્યારે [अज्ञानतां] અજ્ઞાનપણાને [गच्छेत्] પામે.

ટીકાઃ– જેમ શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ તેનું શ્વેતપણું પર વડે કૃષ્ણ કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી.

વળી જ્યારે તે જ શંખ, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, શ્વેતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય), તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે (અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે) બંધ થાય છે.

ભાવાર્થઃ– જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની