૩૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः।
बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते
ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्रुवम्।। १५१।।
कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः।
ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।। १५२।।
પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.
શ્લોકાર્થઃ– [ज्ञानिन्] હે જ્ઞાની, [जातु किञ्चित् कर्म कर्तुम् उचितं न] તારે કદી
કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી [तथापि] તોપણ [यदि उच्यते] જો તું એમ કહે છે કે ‘[परं मे जातु न, भुंक्षे] પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું’, [भोः दुर्भुक्तः एव असि] તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (-ખરાબ) રીતે જ ભોગવનાર છે; [हन्त] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે! [यदि उपभोगतः बन्धः न स्यात्] જો તું કહે કે ‘પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું’, [तत् किं ते कामचारः अस्ति] તો શું તને ભોગવવાની ઇચ્છા છે? [ज्ञानं सन् वस] જ્ઞાનરૂપ થઈને વસ (-શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર), [अपरथा] નહિ તો (અર્થાત્ જો ભોગવવાની ઇચ્છા કરીશ- અજ્ઞાનરૂપે પરિણમીશ તો) [ध्रुवम् स्वस्य अपराधात् बन्धम् एषि] તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ.
ભાવાર્થઃ– જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી. જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય? ૧પ૧.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [यत् किल कर्म एव कर्तारं स्वफलेन बलात् नो योजयेत्] કર્મ જ