ભાવાર્થઃ– કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી પરંતુ જે
કર્મને કરતો થકો તેના ફળની ઇચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાનરૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની ઇચ્છા નથી. ૧પ૨.
* * *
સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ઃ મથાળુ
હવે આ જ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ-
* ગાથા ૨૨૦ થી ૨૨૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *
‘જેમ શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ તેનું શ્વેતપણું પર વડે કૃષ્ણ કરી શકાતું
નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી,...’
શું કહ્યું? કે કોઈ પણ પદાર્થ કોઈ પણ પદાર્થને પરભાવસ્વરૂપ એટલે કે જે
પરદ્રવ્યનો ભાવ છે તે સ્વરૂપ કરવાનું કારણ બની શકતું નથી. અહીં પરભાવ એટલે એકલો વિકારી ભાવ એમ નહીં પણ કોઈ દ્રવ્ય પરદ્રવ્યના કોઈ પણ ભાવરૂપ અન્ય દ્રવ્યને કરી શકતું નથી એમ અર્થ છે.
કહે છે કે ‘જેમ શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ...’ પ્રશ્નઃ– આપ કહો છો કે પરદ્રવ્યને કોઈ ભોગવે-ખાય નહીં અને પાછું કહ્યું કે
ભોગવે-ખાય?
ઉત્તરઃ– ભાઈ! આ તો અહીં (લૌકિક) દ્રષ્ટાંત દીધું છે. તો કહે છે કે શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ શંખનું શ્વેતપણું પર વડે કૃષ્ણ
કરી શકાતું નથી. શંખ ધોળો હોય ને કાળો કાદવ ખાવ કે દરિયામાં કાળાં