૩૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જીવડાં ખાય તોપણ તેથી કાંઈ તેનું શ્વેતપણું પર વડે પલટી જાય એમ નથી. આ તો અહીં એક જ સિદ્ધાંત કહેવો છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુને પરભાવરૂપ કરી શકતું નથી. મતલબ કે જે સમયે જે દ્રવ્યની જે પર્યાય તેના પોતાથી થાય છે તેને કોઈ બાહ્ય નિમિત્ત આવીને ફેરવી દે એમ છે નહિ. કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યને તેના પોતાના ભાવને પલટીને પરભાવરૂપ કરી દે એમ છે નહિ.
તો નિમિત્ત આવીને કરે શું? ભાઈ! નિમિત્ત બીજાનું (-ઉપાદાનનું) શું કરે? નિમિત્ત એનું (પોતાનું) કરે પણ પરનું તો કાંઈ ન કરે. તે બીજાની (ઉપાદાનની) અપેક્ષાએ નિમિત્ત છે, પણ પોતાનું પરિણમન કરવામાં તો ઉપાદન છે. અહા! આત્મા પરનું કાંઈ કરી શકે નહિ ને પરદ્રવ્ય આત્માનું કાંઈ કરી શકે નહિ એમ કહે છે.
પણ નિમિત્ત હોય છે ને? નિમિત્ત હો, (તે નથી એમ કોણ કહે છે?); પણ તેથી શું છે? જે કાળે જે દ્રવ્યની પર્યાય પોતાથી થાય છે તે દ્રવ્યની તે પર્યાય, બીજા દ્રવ્યથી એટલે કે પરદ્રવ્યના ભાવથી થાય છે એમ ત્રણકાળમાં બનતું નથી. અહા! આ તો મહાસિદ્ધાંત છે.
હવે કહે છે-‘તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી.’
જોયું? પરના ભોગ વડે આત્માનું જ્ઞાન અજ્ઞાન થાય એમ છે નહિ. કેમ? કેમકે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું કારણ બનતું નથી. પર્યાયમાં ઉપાદાનની યોગ્યતા હોય તે થાય છે અને અત્યારે પરવસ્તુ નિમિત્ત હો પણ તે ઉપાદાનના ભાવને કાંઈ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. આ તો ગજબ સિદ્ધાંત છે ભાઈ!
પ્રશ્નઃ– તો શું ચોખા એકલા તેની મેળે ચડે છે? ઊનું પાણી ને અગ્નિ હોય ત્યારે તો ચડે છે. અગ્નિ ને પાણી વિના તે લાખ વરસ રહે તોય ન ચડે.
સમાધાનઃ– ભાઈ! ચોખાની ચડવાની પર્યાય છે ત્યારે તે ચડે છે અને ત્યારે અગ્નિ ને પાણી નિમિત્ત છે, પણ નિમિત્ત વડે ચોખા ચડે છે એમ છે નહિ કેમકે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરી શકતું નથી.
પણ વગર પાણીએ તે ચડે કેવી રીતે? ભાઈ! તેની મેળે તે ચડે છે; કેમકે તે પદાર્થ છે કે નહિ? પદાર્થ છે તો તેને પોતાની પર્યાય હોય છે કે નહિ? અને પર્યાય પ્રતિસમય પલટે છે કે નહિ? પલટે છે તો તેને પરદ્રવ્ય પલટાવી દે એમ છે નહિ. ભાઈ? કોઈ પણ દ્રવ્યનો ભાવ કોઈ પરદ્રવ્ય (નિમિત્ત)