Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2310 of 4199

 

સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ] [ ૩૯૭ વડે કરાતો નથી એ મૂળ સિદ્ધાંત છે. ભાઈ! આત્માનો વિકારી કે નિર્વિકારી ભાવ જે વખતે થાય છે તે વખતે પરદ્રવ્ય વડે તે ભાવ (-પરભાવ) કરી શકાય છે એમ છે નહિ. (આત્માનો ભાવ પરદ્રવ્યની અપેક્ષાએ પરભાવ છે).

ભાઈ! વસ્તુની સ્થિતિની એવી મર્યાદા છે કે પોતાના ભાવને પોતે કરે પણ પરદ્રવ્ય વડે પરદ્રવ્યનો ભાવ કરાય એમ કયારેય ન બને; કેમકે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને- બીજા દ્રવ્યનો જે ભાવ છે તેને-કરવાનું નિમિત્ત-કારણ બની શકતું નથી. અહા! નિમિત્ત પરમાં અકિંચિત્કર છે અર્થાત્ નિમિત્ત પરમાં કાંઈ પણ કરે નહિ. અહા! જીવ જે કાળે જે ભાવથી પરિણમે છે તે કાળે બીજી ચીજ તે ભાવને કરે કે પલટાવી દે એમ ત્રણકાળમાં બનતું નથી. જુઓ આ મહાસિદ્ધાંત છે!

પ્રશ્નઃ– નિયતક્રમમાં તો નિયતવાદ થઈ જાય છે! સમાધાનઃ– એમ નથી; કેમકે સમ્યક્ નિયતક્રમમાં પાંચે સમવાય આવી જાય છે. અહા! જે સમયે થવાનો પર્યાયનો ક્રમ છે તે ત્રિકાળમાં પલટે નહિ. વસ્તુ સ્થિતિ જ આવી છે ને ભાઈ! અને એનો યથાર્થ નિર્ણય કોને છે? કે જેની દ્રષ્ટિ અંતરમાં દ્રવ્યસ્વભાવ ઉપર ગઈ છે. અહા! દ્રવ્યસ્વભાવ-શુદ્ધ એક ચૈતન્યઘનસ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે તેને પર્યાયમાં પાંચે સમવાયથી કાર્ય થયું એમ યથાર્થ જ્ઞાન થાય છે. અહા! દરેકમાં (વિકારી કે નિર્વિકારી પર્યાયમાં-દરેકમાં) પાંચે સમવાય હોય છે. જે સમયે જે પર્યાય થાય છે ત્યાં સ્વભાવ છે, પુરુષાર્થ છે, કાળલબ્ધિ છે, તે સમયનો ભાવ-ભવિતવ્ય છે ને યોગ્ય નિમિત્ત પણ છે. સમવાય તો પાંચે એકસાથે હોય જ છે. જે સમયે ચૈતન્યની જે પર્યાય થવાનો કાળ છે તે સમયે તેને અનુકૂળ બહિરંગ નિમિત્ત હોય જ છે, જેમ પાણી (નદીનું) ચાલ્યું જતું હોય તેને બે કાંઠા અનુકૂળ હોય છે તેમ.

પણ નિમિત્ત અનુકૂળ છે ને? તો અનુકૂળનો અર્થ શું ભાઈ! કે બે કાંઠા છે, બસ. બાકી પાણી જે ચાલે છે તે પોતાને કારણે ચાલ્યું જાય છે, તે કાંઈ બે કાંઠાને લઈને નહિ.

નદીનો પ્રવાહ બદલાય છે ને? એ તો પોતાને કારણે બદલાય છે. તે કાળે તેવી પર્યાય થવામાં તેનું જ કારણ છે અને નિમિત્ત-કાંઠા પણ એમ જ અનુકૂળ છે. કાંઠાના કારણે પ્રવાહ બદલાય છે એમ છે નહિ.

પણ કાંઠા બાંધે છે ને? કોણ બાંધે? એ તો સૌ પોતપોતાના કારણે હોય છે. નદીનો પ્રવાહ વહ્યો જાય છે તે કાંઈ કાંઠાના કારણે નહિ; પ્રવાહ પ્રવાહના કારણે વહે છે ને કાંઠા કાંઠાના કારણે છે;