૩૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ કાંઠા પ્રવાહને અનુકૂળ છે બસ એટલું. એ તો બે વાત (ગાથા ૮૬ માં) આવે છે ને ભાઈ? કે નિમિત્ત છે તે અનુકૂળ છે અને નૈમિત્તિક છે તે અનુરૂપ છે.
અહા! જે પર્યાય જે ક્ષણે જ્યાં થાય છે ત્યાં તેને તે ક્ષણે અનુકૂળ નિમિત્ત હોય છે. પણ અનુકૂળ કહ્યું માટે તને લઈને (ઉપાદાનમાં) કાર્ય થયું છે એમ નથી. એ તો કહ્યું ને અહીં કે-પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ એટલે કે પરભાવના સ્વરૂપે કરવાનું કારણ બની શકતું નથી.
ત્યારે કોઈ વળી કહે છે-આ તો એકાંત થઈ જાય છે. નિમિત્ત આવે તેવું પણ હોય છે ને?
અરે ભાઈ! નિમિત્ત હોય છે એનો કોને ઇન્કાર છે. દ્રવ્યમાં જે કાળે જે પર્યાય થાય છે તે કાળે તેને ઉચિત બહિરંગ નિમિત્ત હોય છે; પણ નિમિત્ત દ્રવ્યની પર્યાય કરે છે એમ નથી.
હા; પણ નિમિત્ત હોય, ઉપાદાન હોય તોપણ જો પ્રતિબંધક કારણ હોય તો કાર્ય થાય નહિ. જેમકે-દીવો થવાની યોગ્યતા છે, દિવાસળી નિમિત્ત છે પરંતુ જો પવનનો ઝપાટો હોય તો દીવો થાય નહિ.
સમાધાનઃ– બાપુ! એમ નથી ભાઈ! કાર્યનો થવાનો કાળ હોય ત્યારે સર્વ સામગ્રી (પાંચે સમવાય) હોય ને પ્રતિબંધક કારણ ન હોય. ત્યારે ઉપાદાનેય હોય અને નિમિત્ત પણ હોય છે. છતાં નિમિત્ત છે તે બહારની-દૂરની ચીજ છે. તે અંદર (ઉપાદાનને) અડે નહિ, જો અડે તો નિમિત્ત ન રહે. બાપુ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એ મૂળ વાત છે. ઝીણી વાત છે પ્રભુ! અજ્ઞાનીને મૂળ તત્ત્વદ્રષ્ટિ જ નથી, ત્યાં શું થાય?
અહીં તો આ ચોખ્ખી ભાષા છે, બેયમાં (દ્રષ્ટાંત ને સિદ્ધાંતમાં) છે લ્યો; નિમિત્ત (શબ્દ) છે જુઓ, ‘परभावत्वनिमित्तत्वानुपपत्तेः’ છે કે નહિ? પરભાવ એટલે જે દ્રવ્ય છે તેનો ભાવ, અને તેને પરદ્રવ્ય-નિમિત્ત ‘अनुपपतेः’ પ્રાપ્ત કરાવે એમ છે નહિ. શું કહ્યું? કે નિમિત્ત છે, પણ તે પરભાવને એટલે કે જે દ્રવ્ય છે તેના ભાવને પ્રાપ્ત કરાવે નહિ. લ્યો, આવી વાત! એ તો ‘હાજર’ એમ આવે છે ને? શાસ્ત્રમાં ‘સાન્નિધ્ય’ શબ્દ આવે છે; એમ કે કાર્યકાળે નિમિત્તનું-બહિરંગ ઉચિત નિમિત્તનું સાન્નિધ્ય હોય છે. ઉચિતનો અર્થ અનુકૂળ છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી.’ દેહાદિ પરની ક્રિયા થાય માટે જ્ઞાનીને અપરાધ-બંધ થાય એમ છે નહિ, કેમકે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બનતું નથી; કોઈ દ્રવ્યના ભાવને કોઈ અન્ય દ્રવ્ય કરે કે પલટી દે એમ વસ્તુસ્વરૂપ નથી.