૪૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
સમાધાનઃ– વ્યવહારથી કરે છે, પણ બેય બંધનાં જ કારણ છે એમ તે જાણે છે. એ તો કહ્યું તું ને કે-
અહા! લોકોને ખબર નથી કે ચક્રવર્તી કોને કહેવાય? જેની સોળ હજાર દેવો સેવા કરતા હોય, જેના ઘરે ચૌદ રત્ન ને નવ નિધાન હોય, જેને ઘેર ૯૬ હજાર રાણીઓ હોય, અહાહા...! જેને ૭૨ હજાર નગર ને ૯૬ કરોડ ગામ હોય, જેનું ૯૬ કરોડનું પાયદળ હોય-એવા અપાર વૈભવનો સ્વામી ચક્રવર્તી હોય છે. તોપણ કહ્યું ને કે-
સમકિતી ધર્મી જીવ આ બધી સંપદાને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે. કેમ? કેમકે એની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા પર હોય છે. આવો મારગ બાપા! દુનિયાથી સાવ જુદો છે ભાઈ! આ વેપાર (પાપનો) કરી ખાય એ વાણિયાઓને ખબર નહિ પણ બાપુ! આત્માનો વેપાર કરતાં આવડે તે ખરો વાણિયો છે.
અહીં કહે છે કે જેને આત્માના નિર્મળ નિરાકુળ આનંદનો રસ આવ્યો છે તેને પરનો ભોગ ઝેર જેવો લાગે છે અને તે ધર્મી-ધર્માત્મા છે.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-
‘यत् किल कर्म एव कर्तारं स्वफलेन बलात् नो याजयेत्’ કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી (કે તું મારા ફળને ભોગવ).
અહા! પુણ્યને લઈને આ સામગ્રી આવી તો તે કાંઈ એમ નથી કહેતી કે- તું મને ભોગવ. પણ ‘फललिप्सुः एव हि कुर्वाणः कर्मणः यत् फलं प्राप्नोति’ ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે. કર્મનું ફળ એટલે રંજિત પરિણામ, ભોગવવાના કાળે રાગના રસનો ભાવ. અહા! રાગમાં જેને રસ છે તેને કર્મના ફળને ભોગવવાનો ભાવ થાય છે. અહા! ફળની જેને ઇચ્છા છે અર્થાત્ ભોગવવાના રાગમાં જેને રસ છે તે કર્મ કરતો થકો કર્મના ફળને અર્થાત્ ભોગવવાના ભાવને પ્રાપ્ત થાય છે.
‘ज्ञानं सन्’ માટે જ્ઞાનરૂપે રહેતો એટલે કે શુદ્ધ ચિદ્ઘન પ્રભુ આત્મામાં રહેતો અને ‘तद् अपास्त–रागरचनः’ જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે અર્થાત્ રાગને ભોગવવાના રસનો જેણે નાશ કરી નાખ્યો છે એવો ‘मुनिः’ મુનિ અર્થાત્ સમકિતી