સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ] [ ૪૧૩ ધર્માત્મા ‘तत्–फल–परित्याग–एक–शीलः’ કર્મના ફળના પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, ‘कर्म कुर्वाणः अपि हि’ કર્મ કરતો છતો પણ ‘कर्मणा नो बध्यते’ કર્મથી બંધાતો નથી.
કળશટીકામાં ‘મુનિ’નો અર્થ શુદ્ધસ્વરૂપના અનુભવે બિરાજમાન સમ્યગ્દ્રષ્ટિ જીવ- એમ કર્યો છે. અહાહા...! કેવો છે તે ‘મુનિ’ કહેતાં સમકિતી ધર્મી જીવ? તો કહે છે- કર્મના ફળના ત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે તેવો તે ધર્મી છે. અહાહા...! ધર્મીનો તો એક જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. શુદ્ધ જ્ઞાતાસ્વભાવે રહેતા તેને કર્મ કરવા પ્રતિ ને કર્મ ભોગવવા પ્રતિ રાગરસ ઊઠી ગયો છે. અહાહા...! માતા સાથે જેમ ભોગ ન હોય તેમ ધર્મીને જડના ભોગ ન હોય. તેને કર્મના ઉદયથી મળેલી સામગ્રીને ભોગવવાનો રસ, જેમ મા-દીકરાને ભોગવવાનો રસ હોતો નથી તેમ, ઊડી ગયો છે. સમજાણું કાંઈ...?
ભારે કઠણ વાત ભાઈ! અરે પ્રભુ! તારા સત્નો મારગ તેં કદી સાંભળ્યો નથી. અહી કહે છે-‘तत्–फल–परित्याग–एक–शीलः’ કર્મના ફળના પરિત્યાગરૂપ જ ધર્મીનો એક શીલ-સ્વભાવ છે. ધર્મીનો તો રાગના ત્યાગરૂપ જ એક સ્વભાવ છે. તેને રાગ કરવા પ્રતિ ને ભોગવવા પ્રતિ રસ જ નથી. માટે કહે છે-તે કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી. ગજબ વાત છે ભાઈ!
પ્રશ્નઃ– તો બીજે આવે છે કે અનાસકિતએ ભોગવવું; આ એ જ વાત છે ને? ઉત્તરઃ– અરે ભાઈ! અનાસક્તિ એટલે શું? અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ ઉડી ગયો છે. માટે ‘ભોગવવું’-એમ જે ભોગવે છે તેને અનાસક્તિ છે એમ કેમ કહેવાય? ભોક્તા થઈને ભોગવે છે તેને અનાસક્તિ છે જ નહીં. અહીં તો અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ જ્ઞાનીને ઉડી ગયો છે-એમ વાત છે. અહા! ધર્મીને આત્માના આનંદના રસ આગળ ચક્રવર્તીના રાજ્યની સંપદાનો પણ રસ ઉડી ગયો છે. જુઓ, પહેલા દેવલોકનો સૌધર્મ ઇન્દ્ર છે. તે સમકિતી એક ભવતારી છે. તેને ક્રોડો અપ્સરાઓ-ઇન્દ્રાણીઓ છે. પણ તેને ભોગ પ્રત્યે ઉત્સાહ નથી-રસ નથી; અંદરમાં રસ ઉડી ગયો છે. જેમ કોઈ આર્યના મોંમાં કોઈ માંસ મૂકી દે તો તેમાં શું એને રસ છે? જરાય નહિ. તેમ ધર્મીને આત્માના આનંદના રસ આગળ પર ચીજની ઇચ્છાનો રસ ઉડી ગયો છે; તેણે પરચીજની ઇચ્છાના રાગનો નાશ કરી નાખ્યો છે અને તેથી તે કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી, પણ તેને નિર્જરા થાય છે.
અરે ભાઈ! આવું મનુષ્યપણું મળ્યું ને જો આ ન સમજ્યો તો બધા ઢોરના અવતાર તારા જેમ નિષ્ફળ ગયા તેમ આ પણ નિષ્ફળ જશે. ભલે બહારમાં ખૂબ પૈસા