Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2336 of 4199

 

સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ] [ ૪૨૩ રમે છે ત્યાં-તેને રાગની રમતુ છૂટી જાય છે. અને અજ્ઞાની જે રાગની રમતુમાં રહ્યો છે તેને આત્માની રમતુ છૂટી ગઈ છે.

અહા! છે? અંદર છે? કે ‘જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું. અર્થાત્ જ્ઞાનીને જે વર્તમાન વ્રતાદિના પરિણામ છે એમાં રસ નથી, એકત્વ નથી. વળી તે વ્રતાદિના ફળમાં જે સંયોગ મળે તેમાં પણ તેને રસ નથી. હવે આવી ખબરેય ન મળે ને ધર્મ થઈ જાય એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ! આત્મા શું? આત્માનુભૂતિ શું? સમ્યગ્દર્શન શું? ઇત્યાદિ યથાર્થ સમજણ વિના ધર્મ કયાંથી આવ્યો? સમ્યગ્દર્શન-જ્ઞાન વિના ચારિત્ર કયાંથી આવ્યું? બાપુ! વિના સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્ર વૃથા છે, નિઃસાર છે. છહઢાલામાં કહ્યું છે ને કે-

‘સકલ ધરમકો મૂલ યહી, ઈસ બિન કરની દુઃખકારી.’

અહીંયા શું કહ્યું? કે અજ્ઞાની રાગાદિ પરિણામ ઉત્પન્ન કરવાવાળા આગામી ભોગોની વાંછાથી વ્રત, તપ આદિ શુભક્રિયા કરે છે અને તેથી તે ક્રિયા રંજિત પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્યારે જ્ઞાનીને-શુદ્ધદ્રષ્ટિવંત પુરુષને-વર્તમાનમાં રાગાદિ ઉત્પન્ન કરે તેવો ભાવ છે નહિ; વર્તમાનમાં જે વ્રત, તપ આદિ શુભકર્મ છે તેમાં તેને રસ છે નહિ, એ તો તેને જ્ઞાતા-દ્રષ્ટાના ભાવે માત્ર જાણે છે. અજ્ઞાની વ્રતાદિ કરે છે ત્યાં તેને વ્રતાદિના શુભરાગની વાંછા છે. જ્ઞાનીને રાગની વાંછા નથી. આવો ક્રિયાસંબંધી બેમાં ફેર છે.

‘આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી.’

આ સરવાળો કહ્યો. અજ્ઞાની જે વ્રત, તપ, આદિ ક્રિયા કરે છે તે ફળની વાંછા સહિત રાગરસ વડે ક્રિયામાં એકાકાર થઈને કરે છે તેથી તે ફળને પામે છે અર્થાત્ રંજિત પરિણામને ને બંધને પામે છે. જ્યારે જ્ઞાનીને જે વ્રત, તપ આદિ ક્રિયા હોય છે તે રાગરસથી રહિત હોય છે અને તેથી તેને જે રાગ આવે છે તે ખરી જાય છે, પણ ફળ દેતો નથી, રંજિત પરિણામ ઉત્પન્ન કરતો નથી. આવી વાત છે.

*

હવે, “જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે?” એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છેઃ-

* કળશ ૧પ૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘येन फलं त्यक्तं स कर्म कुरुते इति वयं न प्रतीमः’ જેણે કર્મનું ફળ છોડયું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીત કરી શકતા નથી.