૪૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
શું કહે છે? કે અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રાગને ભોગવવાના હેતુએ ઉદયાગત કર્મને એટલે કર્મનો જે ઉદય આવ્યો છે તેને સેવે છે તેથી તે કર્મ તેને રંજિત પરિણામ અર્થાત્ રાગથી રંગાયેલા પરિણામ આપે છે. હવે કહે છે-
‘જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.’
અહાહા...! જ્ઞાની એટલે કે જ્ઞાન ને આનંદરસનો રસિક એવો ધર્મી જીવ વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે એટલે કે રાગના રસના પરિણામને માટે ઉદયાગત કર્મને સેવતો નથી. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ અર્થાત્ રાગના રસવાળું પરિણામ આપતું નથી. અહા! જ્ઞાનીને ભગવાન આત્મા આનંદરૂપ લાગ્યો છે ને રાગ દુઃખરૂપ લાગ્યો છે. તેથી રાગમાં તેને રસ કેમ આવે? અહા! જ્ઞાનીને રાગના રસથી ભરેલા પરિણામ હોતા નથી. આવી બહુ ઝીણી વાત ભાઈ! જૈનદર્શનમાં જ અને તે દિગંબર જૈનમાં જ આ અધિકાર છે, બાકી બીજે આવી વાત છે જ નહિ. અહો! દિગંબર મુનિવરોએ જંગલમાં બેઠા બેઠા જગતને ન્યાલ કરી દીધું છે!
કહે છે-જેને સમ્યગ્દર્શન થયું છે, ચિદાનંદઘન પ્રભુ આત્મામાં સુખબુદ્ધિ થઈ છે તેને રાગમાં રસ ઉડી ગયો છે, રાગમાં સુખબુદ્ધિ ઉડી ગઈ છે. અહા! જ્ઞાનીને રાગમાં ને ભોગમાં સુખબુદ્ધિ ઉડી ગઈ છે તે કારણે રંજિત પરિણામમાં તે લીન થઈ જાય તેવા પરિણામ તેને હોતા નથી. તેથી ભવિષ્યમાં જે કર્મોદય પ્રાપ્ત ભોગસામગ્રી આવે તેમાં રંજિત પરિણામ તેને થતા નથી. અહા! આત્માના નિરાકુળ આનંદના જ્યાં રંગ ચડયા ત્યાં રંજિત પરિણામ હોતા નથી એમ કહે છે. મારગ બાપા! આવો અલૌકિક છે. જ્ઞાની રંજિત પરિણામ અર્થે કર્મને સેવતો નથી તો કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.
‘બીજો આશય આ પ્રમાણે છેઃ- અજ્ઞાની સુખ (-રાગાદિ પરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિપરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે.’
શું કહે છે આ? કે અજ્ઞાની કર્મ એટલે વ્રત, તપ આદિ ક્રિયા તેમાં એકરસ થઈને કરે છે. શા માટે રાગાદિ પરિણામોને ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષા છે તેથી; ભવિષ્યમાં પણ રાગ થાય એવા ભોગની વાંછા છે તેથી વ્રત, તપ આદિ શુભકર્મ તે કરે છે, અજ્ઞાનીને વર્તમાન ભોગમાં પણ અભિલાષા-મીઠાશ છે અને તેનું ફળ જે આવે તેમાં પણ તેને મીઠાશ છે. જ્યારે જ્ઞાનીને વર્તમાન ભોગમાં મીઠાશ નથી અને ભવિષ્યે જે ભોગસામગ્રી મળે તેની પણ મીઠાશ નથી. આવી ધર્મકથા છે અહા! જેણે અંદર આત્મામાં રમતું માંડી છે, ભગવાન આતમરામ નિજસ્વરૂપમાં જ્યાં