સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ] [ ૪૨પ છે તેને આત્માનો રસ છે, ધર્મ-ચારિત્ર છે એમ અમે માનતા નથી. આવો વીતરાગનો મારગ ભારે સૂક્ષ્મ ભાઈ!
પ્રશ્નઃ– જ્ઞાની રાગ કરે છે એમ આપ પ્રતીતિ કરતા નથી તો આપ શું પ્રતીતિ કરો છો?
ઉત્તરઃ– બસ, આ-કે તે જ્ઞાતા-દ્રષ્ટા છે. અહાહા...! તેને જે વ્રત, તપ આદિ ક્રિયા હોય છે તેનો તે જ્ઞાતા-દ્રષ્ટા છે; નિજાનંદરસલીન એવો જ્ઞાની ક્રિયાનો કર્તા નથી, જ્ઞાતા છે. ઝીણી વાત છે બાપા! વીતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. એકદમ બે ફડચા કરી નાખ્યા છે. શું? કે જે આનંદધામ-ચૈતન્યધામ પ્રભુ આત્માના આનંદરસમાં લીન છે તેને રાગમાં રસ નથી, ક્રિયામાં રસ નથી અને તેથી તે જ્ઞાતાદ્રષ્ટા છે; અને જે રાગના રસમાં લીન છે તે ક્રિયાનો (વ્રત, તપ આદિ રાગનો) કરનારો કર્તા છે, તેને જ્ઞાતાનું પરિણમન નથી, ધર્મ નથી. રાગનો રસ છે તેને ધર્મ છે જ નહિ.
પ્રશ્નઃ– જ્ઞાનીને આ દ્રવ્યલિંગી છે એમ ઓળખાણ થઈ જાય? ઉત્તરઃ– હા, થોડો પરિચય કરે એટલે ખ્યાલમાં આવી જાય. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે આ દ્રવ્યલિંગી છે. પણ જો બહારમાં ૨૮ મૂલગુણ આદિ આચરણ સાચું-બરાબર (આગમાનુસાર) હોય તો જાહેર ન કરે.
જાહેર કેમ ન કરે? વ્યવહારમાં બહારથી બરાબર છે ને? તો જાહેર ન કરે કેમકે એમ કરવાથી સંઘમાં વિરોધ થાય. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં (આઠમા અધિકારમાં) આવે છે કે- જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે અંદરમાં આને નિશ્ચય ધર્મ નથી તથાપિ બહારમાં આચરણ બરાબર આગમાનુસાર હોય તો તે બહાર ન પાડે. વળી ત્યાં બીજી એ વાત પણ કરી છે કે ધર્મીને ખબર પડે કે આને નિશ્ચય ધર્મ છે નહિ તોપણ બાહ્ય આચરણ, પ્રરૂપણા આદિ યથાર્થ છે તો તે તેનો વંદનાદિ વિનય કરે છે. વ્યવહાર સાચો હોવો જોઈએ. બરાબર નિર્દોષ આહાર લેતો હોય, પોતાના માટે કરેલો આહાર કદી ન લેતો હોય ઈત્યાદિ બાહ્ય વ્યવહાર આગમ પ્રમાણે ચોખ્ખો હોય તો સમકિતી તેને આચરણમાં બહારથી વડેરા છે એમ જાણી વંદન કરે છે. પણ જો બાહ્ય આચરણ બરાબર ન હોય તો સમકિતી તેને વંદનાદિ વિનય ન કરે. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં (છટ્ઠા અધિકારમાં) દ્રષ્ટાંત આપ્યું છે કે-ચોમાસામાં કોઈ ચારણ ઋદ્ધિધારી મુનિવર નગરમાં આવ્યા તો શ્રાવકોને શંકા થઈ કે આટલામાં કોઈ મુનિ તો હતા નહિ તો