૪૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ કયાંથી આવ્યા? તેથી તેમણે આહાર ન આપ્યો. (જોકે મુનિરાજ તો ઋદ્ધિને કારણે અદ્ધર રહીને આવ્યા હતા). લ્યો, આવું! તો પ્રત્યક્ષ ભ્રષ્ટ શિથિલાચારી હોય તેને સમકિતી વંદન આદિ ન કરે એવો મારગ છે. મારગ બહુ આકરો બાપા!
અહા! ધર્મીએ રાગ ને રાગનું ફળ છોડી દીધું છે જ્યારે અજ્ઞાની રાગ ને રાગના ફળની વાંછા કરે છે. આમ બે વચ્ચે મોટો ફેર છે.
હવે કહે છે-‘किन्तु’ પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે-‘अस्य अपि कुतः अपि किंचित् अपि तत् कर्म अवशेन आपतेत्’ તેને (જ્ઞાનીને) પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે (-તેના વશ વિના) આવી પડે છે. અર્થાત્ (પુરુષાર્થની) નબળાઈ (કમજોરી)ને કારણે રાગ અવશે-પોતાના વશ વિના-આવી પડે છે. અહીં ‘અવશ’નો અર્થ એમ છે કે જ્ઞાનીને રાગની રુચિ નથી તોપણ રાગ આવી પડે છે. હવે કહે છે-
‘तस्मिन् आपतिते तुं’ તે આવી પડતાં પણ, ‘अकम्प–परम–ज्ञानस्वभावे स्थितः ज्ञानी’ અકંપ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત જ્ઞાની... , જોયું? રાગ આવ્યો છે તોપણ જ્ઞાની પોતે તો જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે, રાગમાં સ્થિત નથી કેમકે રાગ તો તેને ઝેર સમાન ભાસે છે. રાગ તો આવી પડેલો છે, એમાં કયાં એને રસ છે. અહા! જ્ઞાની તો પરમ જ્ઞાનાનંદસ્વરૂપમાં જ સ્થિત છે.
અહાહા...! આત્મા ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પ્રભુ પરમ એક જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે; તે દ્રવ્ય છે અને તેમાં સ્થિત થવું તે પર્યાય છે. કોઈને વળી થાય કે આ તે વળી અમારે જાણવાનું? અરે ભાઈ! વીતરાગનો મારગ જ આ છે. આ સિવાય વ્રતાદિ રાગની ક્રિયામાં જે તને રસ છે એ તો અજ્ઞાન છે, મિથ્યાદશા છે. સમજાણું કાંઈ...?
અહીં શું કહે છે આ? કે જે અકંપ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની ‘कर्म’ કર્મ ‘किं कुरुते अथ किं न कुरुते’ કરે છે કે નથી કરતો ‘इति कः जानाति’ તે કોણ જાણે?
અહા! જ્ઞાની કર્મ નામ ક્રિયા-રાગ કરે છે કે નથી કરતો તેની અજ્ઞાનીને શું ખબર પડે? અહા! જેને રાગની કર્તાબુદ્ધિ ઉડી ગઈ છે, ભોક્તાબુદ્ધિ ઉડી ગઈ છે અને સ્વામિત્વ પણ ઉડી ગયું છે તે કર્મ કરે છે કે નહિ તે અજ્ઞાની શું જાણે?
તો કોણ જાણે છે? જ્ઞાની જાણે છે કે તે રાગનો-ક્રિયાનો કર્તા છે જ નહિ, માત્ર જ્ઞાતા છે. પ્રશ્નઃ– આ પોતે પોતાની વાત કરે છે ને? ઉત્તરઃ– ના, સૌની (બધા જ્ઞાનીની) વાત કરે છે. બીજા (જ્ઞાની) રાગ કરે છે કે નહિ તે કોણ જાણે? અર્થાત્ અજ્ઞાનીને એની ખબર ન પડે પણ અમે જાણીએ છીએ