૪૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ચરમશરીરી હતા, છેલ્લો દેહ હતો, પણ તેમને ખબર નહિ કે આહાર કઈ વિધિથી આપવો. પણ આમ ભગવાનની સામે નજર પડતાં જ જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું કે આઠમા ભવે અમે બન્નેએ-પતિ-પત્નીએ-મુનિને આહાર આપ્યો હતો. તરત જ વિધિ ખ્યાલમાં આવી ગઈ. ઓહો! ભગવાન! તારી શક્તિનો અપાર મહિમા છે. કેવળજ્ઞાન એક સમયમાં લે એવી એની શક્તિ છે. ત્યાં આ ન જણાય એ વાત કયાં રહી? ભાઈ! આ સાધારણ વાત નથી. જુઓને! આઠમા ભવ પછી કેટલાં શરીર પલટાઈ ગયાં? અને આત્મા તો અરૂપી છે કે નહિ? છતાં તે વખતે અમે-પતિ-પત્નીએ-મુનિને આહાર આપ્યો હતો તે અને તેની વિધિ યાદ આવી ગયાં, ને તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ એમ બોલ્યા. હવે તેઓ તો જુગલિયામાંથી આવ્યા હતા અને આહાર કેમ દેવો એની ખબરેય તેમને કે દિ’ હતી. છતાં યાદ આવી ગયું.
જાતિસ્મરણ એ મતિજ્ઞાનનો ભેદ છે. શ્રુતજ્ઞાનની તો વિશેષતા શું કહેવી? આ તો મતિજ્ઞાન કે જેની ધારણામાંથી જાતિસ્મરણ થાય છે તેની પણ આ તાકાત! ભાઈ! પોતે આત્મા જ્ઞાનસ્વરૂપી જ છે. તેને ફલાણું ન જાણી શકાય એમ ન કહેવું. તે તો બધું જાણી શકે, જાણી શકે, જાણી શકે. જુઓને! રાજકુમાર શ્રેયાંસકુમાર જેમને સુંદર- સોનાના ઢીમ જેવું શરીર હતું તે આમ કેડ બાંધીને ઊભા હતા અને બોલ્યા-ભગવાન! તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ; કેમકે ભગવાનને જોઈને વિધિ યાદ આવી ગઈ. આત્મા અરૂપી તો દેખાય નહિ છતાં અંદરમાં જાતિસ્મરણ થયું ને બરાબર દેખ્યું કે આ જ આત્મા (ભગવાનનો આત્મા) આઠમા ભવે આ આત્માના પતિ તરીકે હતો અને હું તેમની પત્ની તરીકે હતો. અહા! આ મનુષ્યદેહમાં રહેલા આત્માની-જ્ઞાનની તાકાત બાપુ! કેવળજ્ઞાન લેવાની છે; અને તે કેવળજ્ઞાન એક સમયમાં ત્રણકાળના અનંતા કેવળીઓને જાણે એવી તાકાતવાળું છે.
પણ એ તો પૂર્ણ જાણે ત્યારે ને? સમાધાનઃ– ભાઈ! એ જાણવાની તાકાત જ છે. જ્યારે જાણે ત્યારે જાણવાની તાકાત છે જ. અહા! તો પછી એ ન જાણે એમ કેમ હોય? ન જાણે એ તો નબળાઈ છે પણ એ વાત અહીં નથી. અહીં તો એનામાં જાણવાની તાકાત છે તો જાણે એમ વાત છે.
અહીં કહે છે-અકંપ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત એવો જ્ઞાની રાગની ક્રિયા કરે છે કે નથી કરતો તે કોણ જાણે? અર્થાત્ તે અજ્ઞાનીને શી ખબર પડે? જ્ઞાની તો બરાબર જાણે છે કે તે રાગનો કર્તા નથી, જ્ઞાતા જ છે.
જુઓ, ભાષા શું કરી છે? કે ‘અકંપ પરમ જ્ઞાનસ્વભાવ...’ અહાહા...! જે સ્વભાવ છે તેની મર્યાદા શી? પરિમિતતા શી? હદ શી? અહાહા...! પરમ જ્ઞાનસ્વભાવ