સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૬૩ તેમ ત્રણલોકના નાથ ચિદાનંદ ભગવાનના દરબારમાં બીજું કોઈ ન પ્રવેશી શકે. કળશ ૧૧માં આવે છે ને કે-આ બદ્ધસ્પૃષ્ટાદિ ભાવો ઉપર ઉપર તરે છે, અંદર પ્રતિષ્ઠા પામતા નથી. જ્યાં પોતાની નિર્મળ પર્યાયનો પ્રવેશ નથી ત્યાં રાગ ને પરનો પ્રવેશ તો કયાંથી આવ્યો? કોઈનો (બીજાનો) પ્રવેશ છે જ નહિ એવો ભગવાન આત્મા અભેદ્ય કિલ્લો છે. અહા! આવા પોતાના ચિદાનંદસ્વરૂપને અંદરમાં જ્યાં સ્વીકાર્યું ત્યાં શું બાકી રહ્યું? આનંદની બાદશાહી જ્યાં સ્વીકારી ત્યાં પામરતા કયાં રહી? તેને તો પર્યાયમાં પ્રભુતા પ્રગટી.
અભેદ્ય કિલ્લો એવા ‘પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તપણાનો ભય કયાંથી હોય? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે.’
જેમ જંગલનો સ્વામી સિંહ નિર્ભય છે તેમ અનંતગુણનો સ્વામી ભગવાન આત્મા અંદર નિર્ભય છે. કેમ? કેમકે અંદર બીજો પ્રવેશી ન શકે તેવો તે અભેદ્ય કિલ્લો છે. અહા! પુણ્ય-પાપનો તો તે થાપ મારીને ક્ષણમાં ખાતમો કરી દે તેવો તે સિંહ જેવો પરાક્રમી છે. અનંતવીર્યનો સ્વામી છે ને! અહા! તેના બળનું અને તેના સ્વભાવના સામર્થ્યનું શું કહેવું? અહાહા...! જેના સ્વભાવના અનંત-અનંત સામર્થ્યનું વર્ણન ન થાય એવો આત્મા અંદર સિંહ છે. મુનિરાજને ‘સિંહવૃત્તિવાળા’ નથી કહેતા? મુનિવરોને સિંહવૃત્તિ હોય છે. અહો! ધન્ય અવતાર કે જેમને અંદરમાં સિંહવૃત્તિ પ્રગટ થઈ છે અને જેઓ રાગ ઉપર થાપ મારીને ક્ષણવારમાં તેના ભુક્કા બોલાવી દે છે.
અહા! કર્મના-પુણ્ય-પાપના ભુક્કા ઉડાવી દે એવો આત્મા અનંતબળનો સ્વામી છે. તેની શક્તિનું શું કહેવું? ૪૭ તો વર્ણવી છે, બાકી અનંત શક્તિઓનો સ્વામી આત્મા છે. તે અનંત શક્તિઓમાં રાગનું કારણ થાય એવી કોઈ શક્તિ નથી; તથા રાગથી એનામાં કાર્ય થાય એવું પણ આત્મામાં નથી. આવું અકાર્યકારણનું એનામાં સામર્થ્ય છે. અજ્ઞાની રાડો પાડે છે, પણ ભાઈ! કોઈ પણ રાગની વૃત્તિથી તારામાં કાર્ય થાય એવો તું છો નહિ. નિર્મળ જ્ઞાન ને આનંદની પર્યાયને તું કરે ને ભોગવે એવો તું ભગવાન તારું કારણ છો. અહીં કહે છે-પોતાના સ્વરૂપને કારણપણે ગ્રહીને જ્ઞાની નિઃશંક થયો થકો નિરંતર-અખંડધારાએ પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને જ અનુભવે છે. લ્યો, આવી વાત છે.
હવે મરણભયનું કાવ્ય કહે છેઃ-
‘प्राणाच्छेदम् मरणं उदाहरन्ति’ પ્રાણોના નાશને (લોકો) મરણ કહે છે. પાંચ