૪૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ધર્મનું પહેલું પગથિયું જે ચોથું ગુણસ્થાન તેમાં ધર્મી પોતાના આત્માને આવો જુએ છે. આવા ધર્મીને કાંઈ આકસ્મિક થઈ જશે એવો ભય કયાંથી હોય? ન હોય. તે તો-
નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
અહા! તે તો એટલે સમ્યગ્દ્રષ્ટિ તો પર્યાયમાં પોતે પોતાથી નિરાકુળ આનંદનો અનુભવ કરે છે. સ્વયં નામ પોતે પોતાથી છે તો પર્યાયમાં પણ પોતે પોતાથી પોતાના આનંદનો અનુભવ કરે છે. ઝીણી વાત છે ભાઈ! ચીજ મૂળ અંદર સૂક્ષ્મ છે ને? જુઓને? છહઢાલામાં શું કહ્યું? કે-
ભાઈ! આત્મજ્ઞાન શું ચીજ છે એની એને ખબર નથી. અનંતકાળમાં એને ગ્રીવક સુદ્ધાં બધું મળ્યું પણ આત્મજ્ઞાન મળ્યું નથી. અહીં કહે છે કે જેને આત્મજ્ઞાન મળ્યું તે ધર્મી પુરુષ તો સ્વયં નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનનો-જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનો-સદા અનુભવ કરે છે. અહા! આવી વાત બીજે કયાંય છે નહિ. ભાઈ! આ તો ભગવાનનો મારગ બાપા! આ તો શૂરાનો મારગ ભાઈ! કહ્યું નથી કે-
બાપુ! સાંભળીને જેનાં કાળજાં કંપી ઉઠે તે કાયરનાં આ કામ નહિ. આનંદકંદ પ્રભુ આત્માનાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા-એ શૂરાનું કામ છે, એ કાયરનાં-પાવૈયાનાં કામ નથી. સમજાણું કાંઈ...?
ભાઈ! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ને કર્મ ઇત્યાદિ તો જડ ધૂળ-માટી છે. એની સાથે તો આત્માને કાંઈ સંબંધ છે નહિ. સ્વસ્વરૂપની અસ્તિમાં તે સર્વની નાસ્તિ છે; અને તે બધામાં પોતાની એટલે સ્વસ્વરૂપની નાસ્તિ છે. વળી પુણ્ય-પાપના ભાવની પણ સ્વસ્વરૂપમાં નાસ્તિ છે. આવા સ્વસ્વરૂપનો-સહજ એક જ્ઞાયકભાવનો ધર્મી જીવ સદા અનુભવ કરે છે, કદીક રાગનો-દુઃખનો અનુભવ કરે છે એમ નહિ. અહા! ધર્મી જીવ નરકમાં હો તોપણ સહજ એક જ્ઞાનાનંદસ્વરૂપનો જ અનુભવ કરે છે એમ કહે છે. ઝીણી વાત ભાઈ! એ તો ભજનમાં આવે છે ને કે-
અહા! જેની ચિન્મૂર્તિ પ્રભુ આત્મામાં દ્રષ્ટિ થઈ છે તેની રીત અટપટી જણાય છે. બહાર તે નરકનું દુઃખ ભોગવતો દેખાય છે જ્યારે અંતરમાં તેને સુખની ગટાગટી