સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૭પ જ્ઞાનાનંદરસથી પરિપૂર્ણ એવા જ્ઞાનના-આત્માના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! આત્માનું સર્વસ્વ તો એક જ્ઞાનાનંદ સ્વભાવ છે અને તેને ભોગવે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. આવો મારગ છે ભાઈ!
શું કહે છે? કે જ્ઞાની પોતાના નિજરસનો-પુણ્ય-પાપના રાગરસથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદરસનો અનુભવ કરવાવાળો છે. કેવો છે નિજરસ? તો કહે છે-પરિપૂર્ણ છે. આત્મામાં જ્ઞાન ને આનંદનો રસ પરિપૂર્ણ છે; વળી તે ધ્રુવ છે. ગજબ વાત છે! સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ એક ધ્રુવ ઉપર છે. એક ધ્રુવ જ એનું ધ્યેય છે. તો કહે છે-નિજરસથી ભરપૂર પોતાના સર્વસ્વને ભોગવનાર જ્ઞાની છે. સર્વસ્વ કહેતાં ‘સર્વ’ નામ સંપૂર્ણ જ્ઞાન ને આનંદ અને સ્વ એટલે પોતાનો. પોતાના સંપૂર્ણ જ્ઞાન ને આનંદને જ્ઞાની ભોગવનારો છે.
વિષયરસ, રાગનો રસ તો જ્ઞાનીને ઝેર જેવો છે. જ્ઞાનીને રાગનો કે વિષયનો રસ નથી. જ્ઞાની તો નિજાનંદરસના સર્વસ્વને ભોગવનારો છે. અહા! આવો ધર્મી પુરુષ હોય છે. અજ્ઞાનીને તો પોતાનો સ્વભાવ શું છે એની જ ખબર નથી. બિચારો રાગને-દુઃખને ભોગવે અને માને કે-મને આનંદ છે, ધર્મ છે. પણ બાપુ! એ તો ભ્રમણા છે, ધોખો છે.
અહા! ભાષા! તો જુઓ! ટંકોત્કીર્ણ નામ એવો ને એવો ધ્રુવ શાશ્વત આત્મા, સ્વરસ-નિચિત નામ નિજરસથી પરિપૂર્ણ, એવું જે જ્ઞાન એટલે કે પોતાનો સ્વભાવ તેના ‘સર્વસ્વ ભાજઃ’-સર્વસ્વનો ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિ છે. અહાહા...! શું કળશ છે! શબ્દે શબ્દે ગંભીર ભાવ છે.
આત્મા શુદ્ધ ચિદાનંદ-નિર્મળાનંદ પ્રભુ શાશ્વત અંદર પડયો છે તે અનંત ગુણનું ગોદામ છે, અનંત શક્તિનું સંગ્રહાલય છે. આવા નિજરસથી ભરપૂર આત્માના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિ છે. એવા સમ્યગ્દ્રષ્ટિને ‘यद् इह लक्ष्माणि’ જે નિઃશંકિત આદિ ચિન્હો છે તે ‘सकलं कर्म’ સમસ્ત કર્મને ‘ध्नन्ति’ હણે છે.
જુઓ, સમ્યગ્દ્રષ્ટિને નિઃશંક્તિ, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા ઇત્યાદિ આઠ ગુણ પ્રગટ થયા છે એમ કહે છે. છે તો તે પર્યાય પણ તેને ગુણ કહે છે. તો કહે છે-નિજરસને ભોગવતા જ્ઞાનીને જે નિઃશંક્તિ આદિ આઠ ગુણ પ્રગટ થયા છે તે સમસ્ત કર્મને હણે છે. અહાહા...! જેને ભગવાન આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તે નિઃશંક થયો છે, તેને નિઃશંક્તિ આદિ આઠ ગુણ પ્રગટ થયા છે અને તે ગુણો, કહે છે, સમસ્ત કર્મનો નાશ કરે છે, કર્મની નિર્જરા કરી દે છે. લ્યો, આવી વાત!
અનાદિથી અજ્ઞાનને લીધે અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ ને પુણ્ય-પાપના વિકલ્પ ઉપર પડેલી છે. તેથી તે પુણ્ય-પાપના-રાગદ્વેષના વિકારી ભાવોને કરતો થકો રાગદ્વેષને જ