સમયસાર ગાથા-૨૨૯ ] [ ૪૮૩ ભાવો...’ -એમ છે કે નહિ? અહા! એકલો જ્ઞાયકભાવમય-આનંદભાવમય પ્રભુ આત્મા છે. અહાહા...! પર્યાય વિનાની પોતાની ચીજ જ આખી એક આનંદમય અને જ્ઞાનમય છે. અહા! આવા નિજભાવનો સ્વામી ધર્માત્માને કર્મબંધ સંબંધી સંદેહ કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ છે. અહો! અજબ વાત છે!
પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિને સિદ્ધદશા તો છે નહિ? (એમ કે સિદ્ધદશા નથી તોય ચારેયનો અભાવ કેવી રીતે છે?).
સમાધાનઃ– ભાઈ! સિદ્ધદશા જ છે સાંભળને! તેને આત્મા મુક્ત જ છે; અહાહા...! દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં સમ્યગ્દ્રષ્ટિને તે મુક્તસ્વરૂપ જ જણાયો છે એમ વાત છે. અહા! મુક્ત છે તેનો આશ્રય થતાં પર્યાયમાં પણ મુક્તપણું આવ્યું છે, પણ બંધપણું આવ્યું નથી. અહા! ‘चत्तारि वि पाए छिंददि’–આ પાઠ છે ને? તો જ્ઞાનીની દ્રષ્ટિમાં એ મિથ્યાત્વાદિ ચારેયનો અભાવ છે.
‘चत्तारि वि पाए छिंददि’–એમ કહીને ચારેયની હયાતીનો સમ્યક્ નામ સત્યદ્રષ્ટિમાં અભાવ છે એમ કહે છે. અહાહા...! જેણે શુદ્ધ એક ચૈતન્યધાતુને ધારી રાખ્યું છે એવા શુદ્ધ ચૈતન્યધાતુમય ભગવાન આત્માનો જ્યાં સમ્યક્ નામ સત્- દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે અર્થાત્ આવું જે ધ્રુવ પૂરણ સત્-અબદ્ધસ્વરૂપ સત્, જ્ઞાયકભાવમય સત્, આનંદભાવમય સત્- છે એનો જ્યાં દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે ત્યાં હવે સમકિતીને ‘રાગ ને કર્મના સંબંધમાં હું છું’-એવો સંદેહ કરનારા મિથ્યાત્વાદિ જે ભાવો છે તેનો અભાવ છે એમ કહે છે. ઝીણી વાત છે ભાઈ! (એમ કે ઉપયોગને ઝીણો-સૂક્ષ્મ કરવો જોઈએ).
કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ,............ મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક કેમ છે? અને તેને બંધન કેમ નથી? કેમકે તેણે એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મના સંબંધમાં હું છું એવી શંકા કરનારા મિથ્યાત્વાદિ ભાવોને છેદી નાખ્યા છે. તેથી તે નિઃશંક છે અને તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. અર્થાત્ કર્મ આવીને-દેખાવ કરીને-નિર્જરી જાય છે. આવો ધર્મ, લ્યો!
ત્યારે કોઈ વળી વિવાદ ઊભા કરે છે કે-વ્યવહારથી (નિશ્ચય) થાય ને નિમિત્તથી પણ કાર્ય થાય.
અરે પ્રભુ! વસ્તુ આત્મા પૂર્ણ ચૈતન્યરૂપ શુદ્ધ વીતરાગસ્વરૂપ છે. તેને શું વ્યવહારથી-રાગથી વીતરાગદ્રષ્ટિ થાય? વીતરાગદ્રષ્ટિનો વિષય તો પોતાની પરિપૂર્ણ