Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2440 of 4199

 

સમયસાર ગાથા-૨૩પ ] [ પ૨૭ આ કરવું ને તે કરવું-એમ બહારનું કરવા ઉપર બધા ચડી ગયા છે. પણ ભાઈ? એમાં જન્મ-મરણ રહિત થવાનું શું છે? જેનાથી જન્મ-મરણ રહિત ન થવાય તે કરવું શું કામનું?

અહીં કહે છે-‘વત્સલપણું એટલે પ્રીતિભાવ.’ જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.’ હવે આઠમો ગુણ-ધર્મીની નિઃશંકાદિ આઠ દશા છે તેમાં હવે પ્રભાવના ગુણની વાત કહેશે.

[પ્રવચન નં. ૩૦૬*દિનાંક ૩૦-૧-૭૭]