Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2445 of 4199

 

પ૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ निर्जराप्ररूपकः षष्ठोऽङ्कः।।

સમ્યકવંત મહંત સદા સમભાવ રહૈ દુઃખ સંકટ આયે,
કર્મ નવીન બંધૈ ન તવૈ અર પૂરવ બંધ ઝડૈ વિન ભાયે;
પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ નિત જ્ઞાન બઢૈ નિજ પાયે,
યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે.

આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં નિર્જરાનો પ્રરૂપક છઠ્ઠો અંક સમાપ્ત થયો.

*
સમયસાર ગાથા ૨૩૬ઃ મથાળુ

હવે પ્રભાવના ગુણની ગાથા કહે છેઃ-

* ગાથા ૨૩૬ઃ ગાથાર્થ ઉપરનું પ્રવચન *

જુઓ, આમાં ‘चेदा’ નામ ચેતયિતા શબ્દ છે.

‘જે ચેતયિતા’-અહા! સમ્યગ્દ્રષ્ટિ ચેતયિતા છે. જાણગ-જાણગસ્વભાવી ભગવાન આત્માને જાણે-દેખે તે સમ્યગ્દ્રષ્ટિ ચેતયિતા છે.

અહા! કહે છે-‘જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો ‘मनोरथपथेषु’ મનરૂપી રથ-પંથમાં ભ્રમણ કરે છે તે ‘जिनज्ञानप्रभावी’ જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’

અહા! સમ્યગ્દ્રષ્ટિ વિદ્યારૂપી રથમાં કહેતાં સમ્યગ્જ્ઞાનરૂપી રથમાં આરૂઢ થયો છે, અને તે જ્ઞાનરૂપી રથને ચાલવાનો જે માર્ગ તેમાં ભ્રમણ કરે છે. અહા! ભગવાન આત્માનું-ત્રિકાળી શાશ્વત વિદ્યમાન પદાર્થનું-જ્ઞાન થવું તે યથાર્થ જ્ઞાન અર્થાત્ જિનજ્ઞાન છે. આત્મા પોતે જિનસ્વરૂપ છે ને? તો નિજસ્વરૂપ નિજ આત્માનું જ્ઞાન થવું તે જ્ઞાન છે, વિદ્યા છે. અહા! આ વકીલાત ને ડોક્ટરીનું જે લૌકિક જ્ઞાન તે જ્ઞાન નથી; એ તો અજ્ઞાન છે, મિથ્યાજ્ઞાન છે.

પણ તે જ્ઞાનથી પૈસા તો કમાય છે ને? ધૂળેય કમાતો નથી સાંભળને. શું જ્ઞાનથી પૈસા કમાય? અરે ભાઈ! પૈસા તો જડ ધૂળ-માટી છે. એને જ્ઞાન શું કમાય? જ્ઞાન નામ આત્મા તો એને (પૈસાને) અડેય નહિ. પૈસાનો સંયોગ તો પૈસાના કારણે છે, તે કાંઈ જ્ઞાનને કારણે આવે છે