પ૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ એકાગ્ર થતાં નિશ્ચય થાય પણ રાગમાં એકાગ્ર થતાં ત્રણકાળમાંય ન થાય. રાગમાં ક્યાં પોતાનું નિધાન છે? રાગ તો જડ અજ્ઞાનમય ભાવ છે. તેમાં એકાગ્ર થનાર વા એનાથી લાભ માનનાર તો મિથ્યાદ્રષ્ટિ છે. આવી વાત છે! અરે ભાઈ! આ મનુષ્યદેહમાં આ કાળે આ પ્રમાણે જો યથાર્થ સમજણ ન કરી ને આત્મા ખ્યાલમાં ન લીધો તો અવતાર એળે જશે. પછી ક્યારે કરીશ બાપુ? (એમ કે આ અવસર વીતી ગયા પછી અનંતકાળે અવસર નહિ આવે).
ભાઈ! તું ભગવાન આત્મા સિવાય બધું ભૂલી જા. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગને ભૂલી જા ને રાગરહિત અંદર ચૈતન્ય ભગવાન છે તેને યાદ કર.
ભૂલી જા એટલે શું? એટલે કે રાગાદિ પરવસ્તુ પરથી તારું લક્ષ હઠાવી લે. એ રાગાદિમાં રખડવામાં તને ક્યાંય આત્મા મળે એમ નથી. એ બહારમાં ધૂળેય પ્રભાવના થાય એમ નથી; માટે અંદર ચૈતન્યનું લક્ષ કરી તેમાં જ મગ્ન થઇ જા. આવી વાતુ!
અહાહા....! કહે છે-ભગવાન! તું કોઇ ચીજ વસ્તુ છે કે નહિ? (છે ને) તો એનો (તારી વસ્તુનો) કોઇ સ્વભાવ છે કે નહિ? અહા! લોજીકથી-ન્યાયથી તો સમજવું પડશે ને? અહાહા...! ભગવાન તું આત્મ-વસ્તુ આત્મતત્ત્વ છે ને જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંતગુણમય એનું સત્ત્વ છે. અહા! અનંત શક્તિસ્વભાવોના રસનો એક પિંડ પ્રભુ આત્મા છે. તેની શક્તિઓનો નિરંતર અભ્યાસ નામ એકાગ્રતા તે પ્રભાવના છે. અહા! છે અંદર? કે જ્ઞાનને (આત્માને) નિરંતર અભ્યાસથી અર્થાત્ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માને નિરંતર અર્થાત્ અંતર પાડયા વિના ધારાવાહી એકાગ્રતાથી પ્રગટ કરવો તે પ્રભાવના છે. અહા! આવો મારગ છે બાપ!
અહા! જુઓને! આ બહારની (સંસારની) વાતો સાંભળીએ છીએ તો અંદર વૈરાગ્ય.... વૈરાગ્ય થઇ જાય છે. અહા! કેટકેટલી મહેનત કરીને, કેટકેટલા પાપ કરીને આ બહારની લૌકિક વિદ્યા લોકો મેળવે છે? અહા! એ મ્. અ ને લ્. લ્. બ્. ને મ્. ડ. નાં પૂછડાં (પદ, ઉપાધિ) બધાં પાપનાં પૂછડાં છે બાપા! અને પછી પણ એકલી નિરંકુશ પાપની જ એને પ્રવૃત્તિ છે. આ સમકિતનું પદ બસ એક જ એવું પદ છે કે જે પદ ગ્રહણ કરતાં ધર્મી જીવ સમસ્ત જ્ઞાનશક્તિની પ્રગટતારૂપ, સમસ્ત આનંદશક્તિની પ્રગટતારૂપ-એમ સમસ્ત અનંતશક્તિની પ્રગટતારૂપ પ્રભાવનાનો કરનારો થાય છે. અહો સમકિત! અહો ધર્માત્મા! અરે ભાઈ! આ લૌકિક પૂછડાં તો તને અનંત જન્મ-મરણ કરાવશે. માટે ચેતી જા અને અનંત સુખ ભણી લઇ જનાર સમકિતને ગ્રહણ કર.
અહા! આત્મા જ્ઞાનાદિ અનંતગુણનું સંગ્રહસ્થાન નામ ગોદામ છે. આ બહારમાં