Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2452 of 4199

 

સમયસાર ગાથા-૨૩૬ ] [ પ૩૯ ગોદામ હોય છે તે નહિ હોં. આ તો આ (અંદર આત્મા છે ને) ગોદામ છે એમ વાત છે. અરે! અજ્ઞાની તો ક્યાંય બહારમાં ગરી ગયો છે. અહીં તો જેમાં અનંતગુણ એકપણે અંદર પડયા છે તે આત્મા અનંતગુણનું ગોદામ છે. પ્રભુ! તને તારા નિજસ્વરૂપની ખબર નથી. પણ જેનું સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું ન આવી શકે એવો તું વચનાતીત, ઇન્દ્રિયાતીત, વિકલ્પાતીત, જ્ઞાનાદિ અનંતગુણનું ગોદામ છો. તો એવા પોતાના સ્વરૂપમાં અંદર ઢળીને એકાગ્રતાના અભ્યાસ વડે શક્તિઓની-ગુણની પ્રગટતા કરવી એનું નામ નિશ્ચયથી પ્રભાવના છે. ધર્મ છે. બાકી ધર્મના નામે ‘આ કરો ને તે કરો’ -એમ બહારની જે ક્રિયાઓ છે એ તો બધી થોથેથોથાં છે (અર્થાત્ કાંઇ નથી). સમજાણું કાંઇ....?

અહા! જુઓને આ બધા અબજોપતિ વિદેશીઓ! બિચારાઓને ક્યાંય સુખશાંતિ મળતી નથી એટલે ધર્મને ગોતવા નીકળ્‌યા છે અને અહીં ‘હરે કૃષ્ણ, હરે કૃષ્ણ’ એમ જપે છે, નાચે છે. પણ ત્યાં ક્યાં ‘હરે કૃષ્ણ’ છે? ‘હરે કૃષ્ણ’ તો આ પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે. અહા! પાપને અજ્ઞાનને હરે તે ભગવાન આત્મા પોતે જ હરિ છે અને કર્મને કષે તે આત્મા પોતે જ કૃષ્ણ છે. પણ એની ખબર ન મળે એટલે લોકો તેમને બહારથી નાચતા દેખીને કહે કે- ‘ઓહોહો....! ભારે ધર્મ કરે છે. પણ ધૂળેય એમાં ધર્મ નથી સાંભળને.

જેમ લીંડીપીપર રંગે કાળીને ૬૪ પહોરી તીખાશથી ભરેલી છે; તેને ધૂંટતા તેમાંથી શક્તિની વ્યક્તિ-ચોસઠ પહોરી અર્થાત્ પૂરણ રૂપિયે રૂપિયો તીખાશ-બહાર પ્રગટ આવે છે. તેમ ભગવાન આત્મામાં અનંત અનંત જ્ઞાન, આનંદ આદિ પૂરણ શક્તિ પડી છે. તો તેમાં એકાગ્રતા કરીને શક્તિની પૂરણ પ્રગટતા કરવી એનું નામ અહીં ભગવાન પ્રભાવના કહે છે. અહા! સમ્યગ્દ્રષ્ટિ કે જેણે સ્વરૂપમાં રહેલી શક્તિઓની નિઃસંદેહ પ્રતીતિ કરી છે તે સ્વરૂપની નિરંતર એકાગ્રતા વડે સમ્યક્ પ્રભાવનાનો કરનારો છે. આવી વાતુ છે!

પ્રશ્નઃ– આ તો અંદરનું કહ્યું, પણ બહારમાં શું કરવું? ઉત્તરઃ– કાંઇ નહિ; બહારમાં તે કરે છે શું? બહારમાં તો રાગની ને જડની ક્રિયાઓ થાય છે. જ્ઞાનીનું તેમાં કાંઇ કર્તવ્ય નથી. બહારમાં વળી કાંઇ કરવાપણું છે એમ છે જ નહિ.

પ્રશ્નઃ– હા, પણ અંદર જવા પ્રયત્ન કરીએ છીએ છતાં અમારું મન તો બહારમાં જ ભાગે છે?

ઉત્તરઃ– તો એમાં અમે શું કરીએ? તારું ચિત્ત નિમિત્તમાં ને રાગમાં-એમ બહારની રુચિમાં જ ફસાયેલું રહે છે તો અમે શું કરીએ? ભાઈ! નિમિત્ત ને રાગથી