પ૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ હઠી જા અને અંદર નિર્મળાનંદનો નાથ પ્રભુ ભગવાન તું પોતે છો તેની રુચિકર, તેમાં ચિત્ત લગાવ. બસ આ એક જ માર્ગ છે.
પણ કોઇ સહેલો માર્ગ છે કે નહિ? આ જ સહેલો છે. જ્યાં પોતે છે ત્યાં જવું એ સહેલું છે; અને જ્યાં છે ત્યાં જવાને બદલે બીજે જવું તે કઠણ છે, દુષ્કર છે ને વિપરીત ને દુઃખકારી પણ છે.
અહાહા....! કહે છે-ધર્મી જીવ પોતાના જ્ઞાનની એકાગ્રતાના નિરંતર અભ્યાસ વડે જ્ઞાનને પ્રગટ કરે છે-વિકસાવે છે અને તેથી તેને પ્રભાવના અંગ હોય છે. માટે ‘તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઇને ખરી જાય છે તેથી નિર્જરા જ છે.’
જોયું? ધર્મી જીવ નિરંતર પોતાના વિજ્ઞાનઘનસ્વભાવી આત્મામાં એકાગ્રતાનો અભ્યાસ કરતો થકો વીતરાગવિજ્ઞાનની પ્રગટતા-વિકાસ કરતો હોય છે. તેથી તેને અપ્રભાવનાકૃત બંધ નથી પણ નિર્જરા જ છે. હવે કહે છે-
‘આ ગાથામાં નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહારપ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દ્રષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે.’
જુઓ, ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવની પ્રતિમાને-જિનપ્રતિમાને રથમાં બેસાડીને નગર, વન વગેરેમાં ફેરવે છે ને? હા, પણ એ તો વ્યવહાર છે, શુભભાવ છે. જ્ઞાનીને તેવો વ્યવહાર હોય છે, પણ એ કાંઇ નિશ્ચય પ્રભાવના નથી. નિશ્ચય પ્રભાવના તો પરમ વીતરાગસ્વભાવી જિનસ્વરૂપી ભગવાન આત્માને પોતાની જ્ઞાનની પર્યાયમાં સ્થાપીને તેમાં જ રમણતા કરે તે છે. આત્મામાં રમણતા કરવી તે ‘માર્ગમાં ભ્રમણ કરવું’ છે.
શું કહે છે? કે જ્ઞાનરૂપી રથમાં આત્માને સ્થાપીને-એટલે કે રાગમાં સ્થાપીને એમ નહિ-પણ વર્તમાન જ્ઞાનની નિર્મળ અવસ્થામાં આત્માને સ્થાપીને જ્ઞાનરૂપી માર્ગમાં- શુદ્ધરત્નત્રયરૂપ માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દ્રષ્ટિ છે. અહાહા...! જ્ઞાનની પ્રભાવના કરનારો સત્દ્રષ્ટિવંત સાચો સાહેબો આવો હોય છે. સમજાણું કાંઇ....?
તો આ બધા બહારમાં ગજરથ વગેરે ચલાવે છે તે શું ખોટું કરે છે? સમાધાનઃ– અરે ભાઈ! એ તો કહ્યું ને કે ધર્મી જીવને એટલે સમ્યગ્દ્રષ્ટિને બહારમાં એવી (વ્યવહાર) પ્રભાવનાનો શુભભાવ હોય છે, પણ એ કાંઇ નિશ્ચયથી પ્રભાવના નથી, ધર્મ નથી. વળી અજ્ઞાની તો અનાદિથી બધું ખોટું જ કરે છે કેમકે