Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2455 of 4199

 

પ૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

૨. ‘જે કર્મનાં ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે. અહા! જ્ઞાની પુણ્યના ફળની કે પુણ્યભાવની કે હીરા, મણિ, રત્ન ઇત્યાદિ અન્ય વસ્તુના ધર્મોની વાંછાથી રહિત એવો નિઃકાંક્ષ હોય છે.

૩. ‘જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે.’ ૪. ‘જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢદ્રષ્ટિ ગુણ હોય છે. અહા! સમકિતી સ્વરૂપમાં મૂઢ નથી, તે સ્વરૂપને અન્યથા જાણતો નથી. તેથી તેને અમૂઢદ્રષ્ટિ ગુણ હોય છે. અરે! જગત બિચારું સ્વરૂપને જાણ્યા વિના ધર્મને નામે ઠગાય છે!

પ. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગૂહન ગુણ હોય છે.’ જુઓ. ‘અન્યધર્મોને ગૌણ કરે’ -એટલે વ્યવહારને ગૌણ કરી તેનો અભાવ કરે તેને ઉપગૂહન ગુણ છે.

૬. ‘જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય છે.

૭. ‘જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય ગુણ હોય છે.’ ૮. ‘જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે-પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે.’ હવે કહે છે-

‘આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી.’

જુઓ, શું કહ્યું? કે આ નિઃશંકિત આદિ ગુણો, તેનાથી વિરુદ્ધ એવા શંકાદિ દોષોથી જે બંધ થતો હતો તે થવા દેતા નથી. આવી વાતુ છે.

પણ આમાં કરવું શું? વ્રત કરો, દયા પાળો ઇત્યાદિ કહો તો કાંઇક સમજાય પણ ખરું?

સમાધાનઃ– અરે ભાઈ! અંદર આત્મા પોતે ભગવાન છે એની દયા પાળ ને! તેને તે જેવડો અને જેવો છે તેવડો અને તેવો માન તો તેની દયા પાળી કહેવાય. એનાથી જુદો-વિપરીત માનવો તે એની હિંસા છે. તને ખબર નથી ભાઈ! પણ આત્માને પૈસાવાળો માનવો, સ્ત્રીવાળો માનવો ને રાગવાળો માનવો તે આત્માની હિંસા છે; ને તેને અનંતગુણમય ચિન્માત્રસ્વરૂપ માનવો તે તેની દયા છે. અહા! જીવનું જીવન અનંતગુણથી ટકી રહ્યું છે; તો તેને એ રીતે માનવો તેનું નામ દયા છે. અહા! આ તો અજ્ઞાની સાથે વાતે વાતે ફેર છે.

હવે વિશેષ કહે છે- ‘વળી આ ગુણોના સદ્ભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ