સમયસાર ગાથા-૨૩૬ ] [ પ૪૭ ભાઈ! સત્યને સંગઠન સાથે રહે તો ઠીક જ છે અને તે સત્યનો સ્વીકાર કરવાથી જ બને તેમ છે . (ભાઈ! જે વિઘટન છે તે સત્યના અસ્વીકારને લીધે છે). જુઓ, કોઇ લોકો ચાહે છે કે-વ્યવહારથી નિશ્ચય થાય એમ આપ કહો તો મેળ થઇ જાય. પણ બાપુ! જો વ્યવહારથી નિશ્ચય થાય તો વ્યવહારને નિશ્ચય બે રહે છે જ છે ક્યાં? જો વ્યવહારથી નિશ્ચય થાય તો બન્ને એક થઇ જાય. રાગને વીતરાગતા બન્ને એક થઇ જાય. પણ વીતરાગ મારગનું એ સ્વરૂપ જ નથી. બાપુ! વીતરાગનો મારગ તો શુદ્ધ વીતરાગતામય જ છે. એમાં કોઇ તડજોડનો કે ઢીલું-પોચું કરવાનો અવકાશ જ નથી.
અહીં કહે છે-જ્ઞાનીને દેવમૂઢતા, ગુરુમૂઢતા કે શાસ્ત્રમૂઢતા ન હોય; તેના સ્વરૂપને યથાર્થ જાણીને પ્રવર્તવું તે અમૂઢદ્રષ્ટિ છે. સમજાણું કાંઇ....?
પ. ‘ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગૂહન અથવા ઉપબૃંહણ છે.’
જુઓ, ધર્માત્માને કોઇ દોષ આવી જાય તો તેને ગૌણ ગણીને ગોપવવો તે ઉપગૂહન છે. પરંતુ આ તો ધર્માત્માની વાત છે; જેની દ્રષ્ટિ જ મિથ્યા છે અને જેને દોષનો કોઇ પાર જ નથી તેની અહીં વાત નથી. અહા! ધર્મી જીવને કર્મના ઉદયવશ કોઇ દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પરંપરાને વધારવી તે ઉપગૂહન અથવા ઉપબૃંહણ છે આવી વાત છે.
૬. ‘વ્યવહારમોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો તે સ્થિતિકરણ છે.’ નિશ્ચયમાં નિશ્ચયમોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો એમ હતું અને આમાં વ્યવહારમોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો તે સ્થિતિકરણ એમ કહ્યું છે.
૭. ‘વ્યવહારમોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે.’ નિશ્ચયમાં નિર્મળ રત્નત્રયરૂપ ધર્મમાં પ્રેમ હોવો એમ વાત હતી જ્યારે આમાં ધર્માત્મા પ્રત્યે અનુરાગ હોવાની વાત છે. વ્યવહાર છે ને? ધર્મીને ધર્માત્મા પ્રત્યે વિશેષ અનુરાગ હોય છે અને તેને વાત્સલ્ય કહે છે-
૮. ‘વ્યવહાર મોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે’ આ વ્યવહારે પ્રભાવના છે હોં; નિશ્ચય પ્રભાવના તો નિશ્ચયસ્વરૂપને સ્વાશ્રયે પ્રગટ કરવાથી થાય છે. હવે કહે છે.
‘આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યગ્જ્ઞાનરૂપ પ્રમાણદ્રષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્યાદ્વાદમતમાં કાંઇ વિરોધ નથી.’
જુઓ નિશ્ચયનયની દ્રષ્ટિમાં વ્યવહાર ગૌણ છે, પરંતુ પ્રમાણજ્ઞાનમાં બેય સાથે