પપ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ આનંદરસમાં મસ્ત થયો છે. અહા! નરકનો નારકી હોય તેને બહાર સંયોગ જુઓ તો ઠંડી અને ગરમીનો પાર ન મળે, છતાં ધર્મી જીવ ત્યાં પોતે પોતાથી આનંદરસમાં- નિજાનંદરસમાં મસ્ત થયો છે. ગજબ વાત છે ભાઈ!
પ્રશ્નઃ– તો શું આ સમકિતી છે એમ જાણવામાં આવે? ઉત્તરઃ– જાણવામાં શું ન આવે? જાણવામાં ન આવે એવી ચીજ ક્યાં છે જગતમાં? અને જાણનાર શું ન જાણે? અહા! જ્ઞાનનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ન જાણે?
તો બીજો પણ જાણી શકે? એ જ કહ્યું ને કે જેને જ્ઞાનસ્વભાવ અંદર પ્રગટયો છે તે શું ન જાણે? અહા! સિદ્ધાંતમાં-ધવલમાં એ વાત લીધી છે. ત્યાં અવગ્રહ, ઇહા, અવાય ને ધારણાની ચર્ચા કરી છે ત્યાં વાત લીધી છે કે-આ જીવ ભવિ છે કે અભવિ? -અહા! એમ જ્યારે જ્ઞાની વિચાર કરે છે ત્યારે જ્ઞાનમાં એને એમ ભાસે છે કે-આને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; માટે તે ભવિ જ છે, -આવો ધવલમાં પાઠ છે. બીજે ઠેકાણે અવગ્રહની વાતમાં આ કાઠિયાવાડી છે કે ક્યાંના છે? -એમ બહારની વાત લીધી છે; પરંતુ આમાં (ધવલમાં) તો અંદરની વાત લીધી છે. અરે ભગવાન! તારું જ્ઞાન શું ન જાણે પ્રભુ? ‘ન જાણે’ -એ જ્ઞાનમાં હોતું જ નથી; જ્ઞાન સ્વને જાણે, પરને જાણે, ભગવાનનેય જાણે ને બધાયને જાણે એવું એનું સામર્થ્ય જ છે.
પ્રશ્નઃ– પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ ન થયાં હોય તેને....? (ભવિ છે એમ જાણે કે નહિ?)
ઉત્તરઃ– એ તો કહ્યું ને? કે પ્રગટ થયાં હોય તેને જાણે છે કે આને પ્રગટ થયાં છે માટે ભવિ છે. બાકી જેને નથી તેનો પ્રશ્ન જ ક્યાં છે? કેમકે સમ્યગ્દર્શનાદિ પ્રગટયાં છે માટે આ ભવિ છે એમ જ્ઞાનમાં નિર્ણય થાય છે. બાકી જેને પ્રગટયાં નથી એ (ભવિ) છે કે નહિ એ પ્રશ્ન જ અહીં નથી. આ તો ભવિ જીવની લાયકાત -સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્ર-પ્રગટ થઇ ગઇ છે તો તેનો જ્ઞાનીને ખ્યાલ આવી જાય છે એની વાત છે. આને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટયાં છે એવો અંદરમાં નિશ્ચય થઇ જાય છે; માત્ર બહારમાં વ્યવહારથી નહિ, પણ અંદર નિશ્ચયથી નિર્ણય થાય છે. આવી વાત છે. અહા! જગત આખું બહારમાં-વિષય-કષાયમાં ને રાગમાં ઠગાઇ ગયું છે! આવે છે ને કે-