Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2468 of 4199

 

સમયસાર ગાથા-૨૩૬ ] [ પપપ સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિ કર્મની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ તેમ જ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તો પણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો થતો નથી.’

જુઓ, મિથ્યાત્વ અને અનંતાનુબંધીની ભૂમિકામાં જેવો બંધ થાય છે તેવો બંધ જ્ઞાનીને થતો નથી. અને તે અપેક્ષાએ તેને બંધ નથી એમ અહીં કહેવામાં આવ્યું છે.

‘અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે; તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે?’

જોયું? મિથ્યા શ્રદ્ધાન ને અનંતાનુબંધી કષાય જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે. એ જ બંધનું ને સંસારનું મૂળ કારણ છે. અહા! આત્મા જ્ઞાની થયો ત્યાં અનંત સંસારનું બંધન રહ્યું નહિ ને જે અલ્પ બંધન છે તેની, કહે છે ગણતરી શું?

‘વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં રહેવાની અવધિ શું?’ મોટો આંબો કે મોટી આંબલી હોય, પણ તેનું મૂળ નીચેથી કાપી નાખે તો પછી પાંદડાં રહેવાનો કાળ કેટલો? બહુ થોડો; કેમકે તેને પોષણ નથી તેમ મિથ્યાત્વાદિ નાશ પામી જતાં કિંચિત્ બંધન છે પણ તેને પોષણ નથી, તે બંધન નાશ પામી જવા માટે જ છે.

‘માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે.’

લ્યો, અહીં તો જ્ઞાની-અજ્ઞાની વિષે જ મુખ્ય કથન છે. અસ્થિરતાની વાત અહીં મુખ્ય નથી. આ અધ્યાત્મશાસ્ત્ર છે ને? તો તેમાં જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ મુખ્ય કથન છે.

‘જ્ઞાની થયા પછી જે કાંઇ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં.’ શું કહ્યું? કે ‘જ્ઞાની થયા પછી....’ અહા! છે અંદર? અહા! ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. પણ અનંતકાળથી તેનું વેદન ન હતું; અનાદિથી તેને વિકારનું- દુઃખનું વેદન હતું. પરંતુ સ્વસન્મુખ થઇ પરિણમતાં અંતરમાં જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેય પ્રભુ આત્મા જણાયો ત્યારે તેને વિકારનું વેદન ખસીને નિર્વિકાર શુદ્ધ આનંદનું વેદન શરૂ થયું અને તે જ્ઞાની થયો. હવે તેને જ્ઞાનમય પરિણમન નિરંતર રહેતું હોવાથી કહે છે, જ્ઞાની થયા પછી જે કાંઇ પૂર્વનાં કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં.

નીચેના દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવુંઃ- ‘કોઇ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઇ તેથી તે મહેલમાં રહેવા ગયો, જોકે તે મહેલમાં