કેવળજ્ઞાનથી દૂર થઈ ગયા, અને ત્યારપછી પણ મનુષ્ય થઈને મોક્ષે જશે. ભાઈ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ કોઈ જુદી ચીજ છે. નિર્ગ્રંથ મુનિરાજને બીજા ધર્માત્મા ઉપર લક્ષ ગયું એના ફળમાં કેવળજ્ઞાનથી દૂર થઈ, તેત્રીસ સાગરોપમનું સર્વાર્થસિદ્ધિના આયુષ્યનું બંધન થયું. એક સાગરમાં દશ ક્રોડાકોડી પલ્યોપમ જાય, અને એક પલ્યોપમના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજવર્ષ થાય.
પ્રશ્નઃ– આ શું બહુ મોટો દંડ નથી? કાકડીના ચોરને શું ફાંસીની સજા નથી.?
ઉત્તરઃ– ના. એ શુભભાવનું ફળ જ સંસાર છે.
ત્રિલોકનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્મા ભાવલિંગી સંતને એમ કહે છે કે તારી દશા અંતર અવલંબનથી જેટલી નિર્મળ થઈ એ મોક્ષપંથ છે, અને દશામાં જેટલો પરલક્ષી પાંચ મહાવ્રતનો, ૨૮ મૂળગુણના પાલનનો રાગ ઉત્પન્ન થાય છે એ જગપંથ છે, સંસાર છે. લોકો સ્ત્રી, કુટુંબ-પરિવારને સંસાર માને છે, પણ ખરેખર એ સંસાર નથી. એ તો બધી પર ચીજ છે આત્માનો સંસાર બહારમાં નહીં, પણ અંદર એની દશામાં જે મિથ્યા શ્રદ્ધા, રાગ અને દ્વેષ છે, તે છે. જો સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ સંસાર હોય તો મરણ થતાં એ સઘળાં તો છૂટી જાય છે તો શું એ સંસારથી છૂટી ગયો? ના. એ બધાં સંસાર નથી. ‘संसरणम् इति संसारः’ ભગવાન એમ કહે છે કે તારી ચીજ જે ચિદાનંદઘન છે એમાંથી ખસી તું જેટલો મિથ્યાત્વ, રાગ અને દ્વેષમાં આવ્યો એ સંસાર છે.
અતીન્દ્રિય આનંદરૂપ અનુભવથી છૂટી ભાવલિંગી સંત છઠ્ઠે ગુણસ્થાને આવે છે એ પ્રમાદ છે. વિકલ્પ જે ઊઠે છે તે આળસ છે. ભાઈ! તું સ્વરૂપની સાચી શ્રદ્ધા તો કર. શ્રદ્ધામાં ગોટાળા હશે તો તારા આરા નહીં આવે, સંસારમાં રખડવાનું જ થશે. પાગલ-મોહ-ઘેલી દુનિયા ગમે તે કહે, એનાં સર્ટિફિકેટ કામમાં નહીં આવે.
ભગવાન ત્રિલોકીનાથ દિવ્યધ્વનિ દ્વારા ઇન્દ્રો અને ગણધરોની વચમાં એમ કહેતા હતા કે ભગવાન આત્મા પોતે એકાંત બોધરૂપ, સહજ, અનાકુળ આનંદસ્વરૂપ, વીતરાગ-સ્વભાવી છે. એવા આત્માનો આશ્રય લેતાં જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય, તે શિવપંથ છે, અને પરના લક્ષે જેટલો રાગ થાય તે પ્રમાદ છે, અનુભવમાં શિથિલતા છે. એટલો શિવપંથ દૂર છે.
મૃગની નાભિમાં કસ્તુરી છે એની એને ખબર નથી. તેની સુવાસ બહારથી આવે છે એમ જાણી એ જ્યાં છે ત્યાં જોતો નથી. પણ બહાર શોધે છે. એમ અજ્ઞાની જીવ જાણે જ્ઞાન અને આનંદ પરમાંથી આવે છે એમ બહાર શોધે છે, પરંતુ જ્યાં છે, ત્યાં અંદર