૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ તે નિશ્ચયથી [चिन्त्यताम्] વિચારો. [तस्मिन् नरे] તે પુરુષમાં [यः सः स्नेहभावः तु] જે તેલ આદિનો ચીકાશભાવ છે [तेन] તેનાથી [तस्य] તેને [रजोबन्धः] રજનો બંધ થાય છે [निश्चयतः विज्ञेयं] એમ નિશ્ચયથી જાણવું, [शेषाभिः कायचेष्टाभिः] શેષ કાયાની ચેષ્ટાઓથી [न] નથી થતો. [एवं] એવી રીતે- [बहुविधासु चेष्टासु] બહુ પ્રકારની ચેષ્ટાઓમાં [वर्तमानः] વર્તતો [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ [उपयोगे] (પોતાના) ઉપયોગમાં [रागादीन् कुर्वाणः] રાગાદિ ભાવોને કરતો થકો [रजसा] કર્મરૂપી રજથી [लिप्यते] લેપાય છે-બંધાય છે.
ચીકણા પદાર્થના) મર્દનયુક્ત થયેલો, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે (અર્થાત્ બહુ રજવાળી છે) એવી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ (અર્થાત્ શસ્ત્રોના અભ્યાસરૂપી ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, (તે ભૂમિની) રજથી બંધાય છે-લેપાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્રવ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કરણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારનાં કરણોથી રજબંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું (-સિદ્ધ થયું) કે, જે તે પુરુષમાં સ્નેહમર્દનકરણ (અર્થાત્ તે પુરુષમાં જે તેલ આદિના મર્દનનું કરવું), તે બંધનું કારણ છે. તેવી રીતે-મિથ્યાદ્રષ્ટિ પોતામાં રાગાદિક (-રાગાદિભાવો-) કરતો, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવા લોકમાં કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવો લોક બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં રહેલા છે તેમને પણ બંધનો પ્રસંગ આવે. કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયાસ્વરૂપ