સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ] [ પ
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृत्।
यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम्।। १६४।।
યોગ) પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો યથાખ્યાત-સંયમીઓને પણ (કાય-વચન-મનની ક્રિયા હોવાથી) બંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કરણો પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો કેવળજ્ઞાનીઓને પણ (તે કરણોથી) બંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે તેમને (અર્થાત્ જેઓ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને) પણ (સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી) બંધનો પ્રસંગ આવે. માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે, જે ઉપયોગમાં રાગાદિકરણ (અર્થાત્ ઉપયોગમાં જે રાગાદિકનું કરવું), તે બંધનું કારણ છે.
થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતાં નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કે-મિથ્યાદ્રષ્ટિ પુરુષ જે રાગદ્વેષમોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે. તે સિવાય બીજાં-બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, મન-વચન-કાયના યોગ, અનેક કરણો તથા ચેતન-અચેતનનો ઘાત-બંધનાં કારણ નથી; જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળજ્ઞાનીઓને અને સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં (-કારણોમાં) વ્યભિચાર આવ્યો. માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે.
અહીં સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું અને અવિરત, દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કે-અવિરત તથા દેશવિરતને બાહ્યસમિતિરૂપ પ્રવૃત્તિ નથી તેથી ચારિત્રમોહ સંબંધી રાગથી કિંચિત્ બંધ થાય છે; માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો તેઓ પણ નિર્બંધ જ જાણવા.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [बन्धकृत्] કર્મબંધ કરનારું કારણ, [न कर्मबहुलं जगत्] નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, [न चलनात्मकं कर्म वा] નથી ચલનસ્વરૂપ