૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયારૂપ યોગ), [न नैककरणानि] નથી અનેક પ્રકારનાં કરણો [वा न चिद्–अचिद्–वधः] કે નથી ચેતન-અચેતનનો ઘાત. [उपयोगभूः रागादिभिः यद्–ऐक्यम् समुपयाति] ‘ઉપયોગભૂ’ અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐકય પામે છે [सः एव केवलं] તે જ એક (-માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ-) [किल] ખરેખર [नृणाम् बन्धहेतुः भवति] પુરુષોને બંધનું કારણ છે.
શું કહે છે? કે રાગ ને દ્વેષ, ને પુણ્ય ને પાપ ઈત્યાદિ જે વિકારી ભાવ પર્યાયમાં થાય છે તે વડે કર્મબંધ થાય છે; આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવ થાય છે તે બંધનના ભાવ છે એમ કહે છે. અહાહા..! વ્રતાદિના જે વ્યવહાર પરિણામ થાય છે તે બંધનરૂપ છે એમ મુનિરાજ જાણે છે. સમજાણું કાંઈ...?
જુઓ, જે વ્યવહારના રાગને-બંધનને મુનિરાજ જાણે છે તે વ્યવહારનય છે. (નિશ્ચયે તો તે સ્વરૂપવિશ્રાંત છે)
તો શું રાગને-બંધને વ્યવહારે જાણે છે એટલાથી મુનિરાજને મુક્તિ થાય છે? તો કહે છે-ના; તો કેવી રીતે છે? તો કહે છે-
‘તજે તેહ સમભાવથી’,-શું કહ્યું? કે રાગને-બંધને જાણીને અંતર-એકાગ્રતા વડે સમભાવની-વીતરાગભાવની પ્રગટતા કરીને તે રાગને-બંધને છોડી દે છે ને મુક્તિને પામે છે. અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ અભેદ એક જ્ઞાયકભાવમય વસ્તુ છે. મુનિરાજ આવા પોતાના નિજ આત્મદ્રવ્યમાં અંતરએકાગ્રતા વડે સ્થિર થઈ શાંત-શાંત પરમ શાંત વીતરાગભાવને-સમભાવને પ્રગટ કરે છે ને તે વડે રાગને-બંધને દૂર કરે છે ને મુક્તિ પામે છે. લ્યો, આવા (સ્વરૂપમાં વિશ્રાંત એવા) મુનિરાજ હોય છે અને તેમને, અર્થકાર કહે છે-હું સદા નમસ્કાર કરું છું. અહા! શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે જેમને અત્યંત નિર્વિકાર પરિણમન થયું ને કર્મબંધન ટળી ગયું તે મુનિરાજના ચરણકમળમાં હું નિત્ય ઢળું છું-નમું છું એમ કહે છે. હવે-
‘પ્રથમ ટીકાકાર કહે છે કે-હવે બંધ પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં